Vadodara News/ વડોદરા: આમ આદમી પાર્ટીના પ્રમુખની ધરપકડ

વડોદરા (Vadodara)માં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)સાથે સંકળાયેલા એક મોટા વિવાદમાં સ્થાનિક પ્રમુખ અશોક ઓઝાની પોલીસે ધરપકડ કરી છે

Top Stories Gujarat Vadodara
વડોદરા (Vadodara)માં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)સાથે સંકળાયેલા એક મોટા વિવાદમાં સ્થાનિક પ્રમુખ અશોક ઓઝાની પોલીસે ધરપકડ કરી છે

Vadodara News : વડોદરા (Vadodara)માં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)સાથે સંકળાયેલા એક મોટા વિવાદમાં સ્થાનિક પ્રમુખ અશોક ઓઝાની પોલીસે ધરપકડ કરી છે. મહિલા કાર્યકરે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ, આરોપી અશોક ઓઝાએ મહિલા કાર્યકરના પતિને નોકરી અપાવવાની લાલચ આપી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

મહિલાએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ તેને દારૂ પીવડાવી અશ્લીલ વીડિયો ઉતાર્યા હતા અને બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. ફરિયાદ અનુસાર, હરણી વિસ્તારની એક હોટલમાં પણ આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું.

પીડિતાના જણાવ્યા મુજબ, આરોપીએ તેનો મુંબઈ તેમજ વૈષ્ણોદેવી સુધી પીછો કર્યો હતો અને સતત માનસિક ત્રાસ આપ્યો હતો. આ મામલે આરોપીના પુત્ર, પત્ની અને પુત્રી સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદ મળ્યા બાદ પોલીસે અશોક ઓઝાની ધરપકડ કરી છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ડિજિટલ પુરાવા, વીડિયો અને અન્ય દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ કાયદેસરની વધુ કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો : સુરતમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનો પરાજય થતા આંચકો

આ પણ વાંચો : આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષ છોડ્યો

આ પણ વાંચો : રાઘવ ચઢ્ઢાએ છોડી આમ આદમી પાર્ટી, કેમ લીધો ભાજપમાં જોડાવાનો નિર્ણય? જાણો વિગતવાર