USA News/ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન કોરોના પોઝિટિવ, ચૂંટણી પ્રચાર પર થશે મોટી અસર

લાસ વેગાસની મુલાકાત દરમિયાન જો બિડેનનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તે પોઝિટિવ આવ્યા હતા. વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ બિડેન……..

Top Stories World

Washington News: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા છે. ગઈકાલે લાસ વેગાસની મુલાકાત દરમિયાન જો બિડેનનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તે પોઝિટિવ આવ્યા હતા. વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ બિડેન કોરોનાનાં હળવા લક્ષણોનો અનુભવ કરી રહ્યા છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે જાહેરાત કરી કે, રાષ્ટ્રપતિ બિડેનને કોરોનાનો ચેપ લાગ્યો છે. જો બિડેન કોરોનાથી સંક્રમિત હોવાને કારણે આગામી કાર્યક્રમોમાં ભાષણ આપી શકશે નહીં.

 પ્રેસ સેક્રેટરી જીન-પિયરે કહ્યું કે જો બિડેન ડેલવેર પરત ફરશે જ્યાં તેમને અલગ રાખવામાં આવશે અને તે સમય દરમિયાન તેની તમામ ફરજો પૂર્ણપણે નિભાવવાનું ચાલુ રાખશે. વ્હાઇટ હાઉસ રાષ્ટ્રપતિની સ્થિતિ અંગે નિયમિત અપડેટ આપશે. રાષ્ટ્રપતિ એકાંતમાં રહીને કાર્યાલયની સંપૂર્ણ ફરજો નિભાવવાનું ચાલુ રાખશે.

ચૂંટણી પ્રચારમાં ફટકો પડશે

અમેરિકાની ચૂંટણીમાં જો બિડેન ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો હતો, જે બાદ તેમને અમેરિકામાં ઘણું સમર્થન મળી રહ્યું છે. તે જ સમયે, જો બિડેન ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચામાં ઘણા પાછળ રહી ગયા. આ પછી કેટલાક ડેમોક્રેટ નેતાઓએ તેમને ચૂંટણી પ્રચારમાંથી હટી જવા કહ્યું હતું.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓમાનના દરિયા કિનારે ઓઈલ ટેન્કર પલટી ખાતા 16 ક્રૂ મેમ્બર્સ લાપતા, 3 શ્રીલંકાના અને 13 ભારતીયો

આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલા પાછળ ઇરાનનો હાથ હોવાની ચર્ચા, સુરક્ષામાં કરાયો વધારો

આ પણ વાંચો:PM મોદીએ મુંબઈમાં કહ્યું, ‘મહારાષ્ટ્રનું સમૃદ્ધ ભવિષ્યનું સ્વપ્ન છે, દેશના લોકો ઝડપી વિકાસ ઈચ્છે છે