sports news/ USA ની ટીમે આણંદમાં પરસેવો પાડ્યો: USA ક્રિકેટ ટીમનો મુળ ગુજરાતી કેપ્ટન મોનાંક પટેલ

આણંદમાં જીટોડિયા ખાતે આવેલી ચેલેન્જ ક્રિકેટ એકેડેમીમાં અમેરિકાની ક્રિકેટ ટીમે પ્રેક્ટિસ શરૂ કરી છે. ટીમ આગામી દિવસોમાં ઓમાન ખાતે યોજાનારી ટુર્નામેન્ટમાં ભાગ લેવાની છે, જેના અભ્યાસ માટે ટીમ આણંદ પ્રેકટીસ કરવા આવી છે.

Breaking News Trending Sports

Anand : આણંદમાં જીટોડિયા ખાતે આવેલી ચેલેન્જ ક્રિકેટ એકેડેમીમાં અમેરીકાની ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમ ક્રિકેટની પ્રેકટીસ કરી રહી છે, ત્યારે આજે તેઓએ આણંદનાં લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડીયમ ખાતે આણંદ જિલ્લા ક્રિકેટ એસોસીએશનની ટીમ સાથે પ્રેકટીસ મેચ રમી હતી. અમેરિકાની ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમનાં કેપ્ટન મોનાંક પટેલ મૂળ આણંદનાં છે.  આગામી દિવસોમાં અમેરિકાની ક્રિકેટ ટીમ ઓમાનનાં પ્રવાસે જનારી છે અને ત્યાં તેઓ ઓમાનની ટીમ સાથે ક્રિકેટ મેચો રમશે. જેના અભ્યાસ માટે ટીમ આણંદ પ્રેકટીસ કરવા આવી છે.

મળતી માહિતી અનુસાર, મેચની પ્રેકટીસ કરવા માટે મોનાંક પટેલ પોતાની હોમપીચ આણંદ પર પસંદગી ઉતારી છે અને છેલ્લા 10 દિવસથી તેઓ આણંદની એક ક્રિકેટ એકેડમીનાં ગ્રાઉન્ડ પર ક્રિકેટ મેચની પ્રેકટીસ કરી રહ્યા છે. અમેરીકામાં હાલ સ્નોફોલ અને ઠંડી હોવાનાં કારણે ક્રિકે્ટ મેચની પ્રેકટીસ ઈન્ડોર હોલમાં કરવી પડે તેમ છે, ત્યારે ઓમાનનાં પ્રવાસે જતા પહેલા અમેરિકાની ક્રિકેટ ટીમને સારા વાતાવરણમાં પ્રેકટીસ મળે તે માટે મોનાંક પટેલે અમેરિકા ક્રિકેટ બોર્ડમાં ભારતનાં આણંદ ખાતે ક્રિકેટ મેચની પ્રેકટીસ કરવા માટે દરખાસ્ત મુકી હતી. બોર્ડે તે મંજુર કરતા હાલમાં મોનાંક પટેલના નેતૃત્વમાં 11 ખેલાડીઓ અને ડોકટર સાથેની ટીમ આણંદ આવી છે અને એક ખાનગી એકેડમીનાં મેદાન ખાતે તેઓ ક્રિકેટની પ્રેકટીસ કરી રહ્યા છે.

તેમજ આજે લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડીમ ખાતે પ્રેકટીસ ક્રિકેટ મેચ રમી રહ્યા છે. મોનાંક પટેલનું કહેવું છે કે આણંદ તેનું હોમગ્રાઉન્ડ છે,અને તે અનેક વાર અહિયાં ક્રિકેટ રમી ચુકયો છે. અહીયાનું વાતાવરણ તેમજ સુવિધાઓ ખુબજ સારી છે, જેથી તેણે આણંદ ખાતે પોતાની ટીમને પ્રેકટીસ મળે તે માટે પસંદગી ઉતારી હતી અને અહીંયા સારી પ્રેકટીસ થતા તેઓની ટીમ પણ ખુશ છે. ટીમ આગામી દિવસોમાં ઓમાન ખાતે યોજાનારી ટુર્નામેન્ટમાં ભાગ લેવાની છે. તેમણે કહ્યું હતું કે અહિયાંથી તેઓ ઓમાન જશે અને બાકીનાં જે ખેલાડીઓ છે, જે સીધા ઓમાન પહોંચીને ક્રિકેટ મેટ રમવા તરફ પ્રયાણ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IND vs AUS: શમી ક્યારે BGT માટે ભારતીય ક્રિકેટ ટીમમાં જોડાશે? મોટું અપડેટ બહાર આવ્યું

આ પણ વાંચો: ભારત સામે ત્રણ ટેસ્ટની શ્રેણી માટે ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ, વિલિયમ્સને ઇજાના લીધે પહેલી ટેસ્ટ ગુમાવશે

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમનો ‘ગબ્બર’ હવે લીજેન્ડ લીગ ક્રિકેટમાં જોવા મળશે