Not Set/ આ રીતે ફટાફટ સૂકાઈ જશે નેલપોલિશ, અપનાવો આ ટિપ્સ

દરેક યુવતીઓ નેલપોલિશ લગાવવાની તો શોખીન હોય છે. રંગબેરંગી નેલપેઇન્ટ લગાવીને તમે તમારા હાથની સુંદરતામાં વધારો કરી શકો છો.  જોકે ઓફિસ અને ઘરના કામની વચ્ચે ક્યારેક યુવતીઓને નેલ પેઇન્ટ કરવાનો સમય નથી મળતો યુવતીઓને પોતાના લાંબા નખ પર નેઈલપોલિશ લગાવવી ખૂબ ગમે છે. પરંતુ ક્યાંય જવાનું હોય અને ફટાફટ લગાવેલી નેઈલપોલિશ સૂકાય નહીં ત્યારે મુશ્કેલી […]

Fashion & Beauty Lifestyle
nail polish 2 આ રીતે ફટાફટ સૂકાઈ જશે નેલપોલિશ, અપનાવો આ ટિપ્સ

દરેક યુવતીઓ નેલપોલિશ લગાવવાની તો શોખીન હોય છે. રંગબેરંગી નેલપેઇન્ટ લગાવીને તમે તમારા હાથની સુંદરતામાં વધારો કરી શકો છો.  જોકે ઓફિસ અને ઘરના કામની વચ્ચે ક્યારેક યુવતીઓને નેલ પેઇન્ટ કરવાનો સમય નથી મળતો યુવતીઓને પોતાના લાંબા નખ પર નેઈલપોલિશ લગાવવી ખૂબ ગમે છે. પરંતુ ક્યાંય જવાનું હોય અને ફટાફટ લગાવેલી નેઈલપોલિશ સૂકાય નહીં ત્યારે મુશ્કેલી ખૂબ વધી જતી હોય છે.

દરેક યુવતી એ પરેશાનીમાંથી પસાર થઈ જ હશે કે, બહાર જવાના છેલ્લા ટાઇમે ઉતાવળમાં નખ પર લગાવેલી નેઈલપોલિશ સૂકાઈ ન હોય અને એ તાજી નેઈલપોલિશ લગાવેલા હાથ ઉતાવળમાં નવા ડ્રેસ કે સાડીને અડી જાય એટલે નાવ નક્કોર વસ્ત્રો પણ ખરાબ થાય! ચાલો આજે જાણીએ એવી થોડી સરળ ટિપ્સ, જે છેલ્લી ઘડીએ લગાવેલી નેઈલપોલિશને ઝડપથી સૂકવવામાં મદદ કરશે. ત્યારે અહીં એવી કેટલીક ટિપ્સ જણાવીએ છીએ જેથી તમે ગમે તેટલા ઉતાવળમાં હશો તો પણ તમારી નેલપોલિશ ફટાફટ સૂકાઈ જશે.

એક કોટ એક જ વાર

સફેદ, લાઇટ પિન્ક કે પિચ કલર જેવા લાઇટ કલરના બે ત્રણ કોટ તો લગાવવા જ પડતા હોય છે. અને એ ઝડપથી સૂકાતા નથી. એટલે તમે જ્યારે ઉતાવળમાં હો ત્યારે ફક્ત એક જ કોટ વ્યવસ્થિત રીતે લગાવી દેવો. એક કોટ 8-10 મિનિટમાં સૂકાઈ જશે.

હેર ડ્રાયરનો ઉપયોગ કરવો

જ્યારે ઉતાવળમાં નેઈલપોલિશ કરી હોય ત્યારે હેર ડ્રાયર ચાલુ કરીને પણ તમે ફટાફટ નેઈલકલરને સૂકવી શકો છો.

પાણીમાં હાથ બોળી દેવા

તમે જ્યારે અતિશય ઉતાવળમાં નેઈલપોલિશ લગાવી હોય ત્યારે નેઈલપોલિશ લગાવ્યા બાદ હાથને ઠંડા પાણીમાં થોડી વાર માટે ડૂબાડી રાખવા. આમ કરવાથી નેઈલપોલિશ થોડી વારમાં જ સૂકાઈ જશે.

બોટલને હલાવ્યા બાદ જ ખોલો

નેઈલપોલિશ કેટલી ઝડપથી સૂકાય છે તે એ બાબત પર આધાર રાખે છે કે, તમે કેવી રીતે નેઈલપોલિશ લગાવો છો!  નેઈલપોલિશની બોટલ એક જગ્યાએ રહેતા હોવાથી તે ઘટ્ટ થઈ જતી હોય છે. માટે જ્યારે પણ નેઈલપોલિશ લગાવો તે પહેલા બોટલને બરાબર હલાવવી ત્યાર બાદ જ નેઈલપોલિશ લગાવવી.

ઝડપથી  સૂકાઈ જાય તેવી નેલપેઇન્ટ ખરીદો

 હવે એવી પણ નેલપેઇન્ટ મળે છે જે ઝડપથી સૂકાઈ જાય છે. તો તમે જ્યારે ખરીદી કરવા જાવ  ત્યારે અલગ અલગ બ્રાન્ડમાં એવી નેલપોલિશ મળે છે. જેનો કોટ ઝડપથી સૂકાઈ જાય છે. નેઈલપોલિશ લગાવતાં પહેલા નેઈલપોલિશની બોટલમાં થોડું એસિટોન મિક્સ કરવાથી તે બહુ ઘટ્ટ નથી રહેતી અને ઝડપથી સૂકાઈ જાય છે