Not Set/ અવાજ થી કરો તમારા સ્માર્ટફોન ને લોક કે અનલોક

  આજકાલ ફોન ની સિક્યુરીટી એ બહુ અગત્યની વાત છે, જેના માટે લોકો એક થી એક કઠીન પાસવર્ડ બનાવે છે. હવે તો લોકો સિક્યુરીટી માટે ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોક ફીચરનો પણ ઉપયોગ કરે છે પણ ઓછા લોકો વોઈસ અનલોક ફીચર વિષે જાણે છે. એન્ડ્રોઇડ યુઝર્સ હજી વોઈસ ફીચર ફ્રેન્ડલી થયા નથી. પણ લોકો ગુગલ આસીસસ્ટંટ […]

Uncategorized
maxresdefault 4 અવાજ થી કરો તમારા સ્માર્ટફોન ને લોક કે અનલોક

 

આજકાલ ફોન ની સિક્યુરીટી એ બહુ અગત્યની વાત છે, જેના માટે લોકો એક થી એક કઠીન પાસવર્ડ બનાવે છે. હવે તો લોકો
સિક્યુરીટી માટે ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોક ફીચરનો પણ ઉપયોગ કરે છે પણ ઓછા લોકો વોઈસ અનલોક ફીચર વિષે જાણે છે. એન્ડ્રોઇડ યુઝર્સ હજી વોઈસ ફીચર ફ્રેન્ડલી થયા નથી. પણ લોકો ગુગલ આસીસસ્ટંટ નો ઉપયોગ કરતા થઇ ગયા છે છતાં હજી પણ ઘણાં એમાં ફીચર છે જેનો ઉપયોગ લોકો નથી કરતા. ગુગલ આસીસસ્ટંટ નો ઉપયોગ આપણે ગુગલ સર્ચ , સોંગ પ્લે કરવા કે પછી કોલિંગ માટે કરીએ છીએ , પણ એનો ઉપયોગ ફોનને લોક કે અનલોક કરવા માટે પણ થઇ શકે છે. આ ફીચરને વાપરવા માટે કોઈ બીજી એપને ડાઉનલોડ કરવાની જરૂર નથી. ઉલ્ટાનું તમારા ફોનમાં આ ફીચર પહેલાથી જ હાજર છે.

જેવી રીતે તમે તમારા સ્માર્ટફોન ને ફિંગરપ્રિન્ટ,સિક્યુરીટી પીન કે પાસવર્ડ થી ખોલો છો એવી જ રીતે આ ફીચ્રની મદદથી તમે ફક્ત ઓકે ગુગલ બોલીને સ્માર્ટફોનને અનલોક કરી શકો છો. આને ઉપયોગ કરવાની રીત સાવ સરળ છે, માત્ર અમુક સ્ટેપને ફોલો કરીને તમે આને એક્ટીવ કરી શકો છો .આ ફીચરને વાપરવા માટે તમારે સૌથી પહેલા ગુગલ આસીસસ્ટંટ પર જવાનું અને ત્યાંથી સેટિંગ માં જાવ. સેટિંગ માં તમને ડીવાઈસ નો વિકલ્પ નજર આવશે.

અહી તમે સ્માર્ટફોન ને વોઈસ લોક અને અનલોક ઓન કરી શકો છો. અમુક સ્માર્ટફોનમાં આ ઓપ્શન નહી મળે. એમાં યુઝર્સ એ
સ્માર્ટફોનના સેટિંગ માં જવાનું, ત્યારબાદ લોક સ્ક્રીન એન્ડ સિક્યુરીટી નો વિકલ્પ પસંદ કરો. તમને સ્માર્ટ લોકનો એક વિકલ્પ દેખાશે.એના પર ક્લિક કરો, આ વિકલ્પની અંદર તમને એક વોઈસ મેચ નો ઓપ્શન મળશે. અહી તમે એક્સેસ વિથ મેચ પર ક્લિક કરો. ત્યારબાદ તમને ગેટ સ્ટાર્ટટેડ દેખાડશે. હવે તમારે બે વાર ઓકે ગુગલ અને બે વાર હે ગુગલ બોલવાનું રહેશે. ગુગલ તમારા અવાજને રજીસ્ટર કરી લેશે.