Not Set/ ઉત્તરાખંડનાં ટિકોચીમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, 3 દિવસમાં બન્યો બીજો હાદસો

ઉત્તરાખંડનાં ટિકોચીમાં એક હેલિકોપ્ટર દુર્ઘટના થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈએ ઉત્તરકાશી જિલ્લાનાં મેજિસ્ટ્રેટ આશિષ ચૌહાણને ટાંકીને જણાવ્યું છે કે, ખરાબ હવામાનમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ. મેજિસ્ટ્રેટનાં જણાવ્યા મુજબ, વાદળ ફાટ્યા બાદ આ ઘટના અરકોટનાં પૂરગ્રસ્ત વિસ્તારમાં બની હતી. ઉત્તરાખંડમાં ત્રણ દિવસમાં આ બીજો હેલિકોપ્ટર અકસ્માત છે. બે દિવસ પહેલા […]

India
Eclusieve ઉત્તરાખંડનાં ટિકોચીમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, 3 દિવસમાં બન્યો બીજો હાદસો

ઉત્તરાખંડનાં ટિકોચીમાં એક હેલિકોપ્ટર દુર્ઘટના થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈએ ઉત્તરકાશી જિલ્લાનાં મેજિસ્ટ્રેટ આશિષ ચૌહાણને ટાંકીને જણાવ્યું છે કે, ખરાબ હવામાનમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ. મેજિસ્ટ્રેટનાં જણાવ્યા મુજબ, વાદળ ફાટ્યા બાદ આ ઘટના અરકોટનાં પૂરગ્રસ્ત વિસ્તારમાં બની હતી.

ઉત્તરાખંડમાં ત્રણ દિવસમાં આ બીજો હેલિકોપ્ટર અકસ્માત છે. બે દિવસ પહેલા બુધવારે ઉત્તરાખંડનાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રીનું વહન કરતુ એક હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યુ હતુ. આ અકસ્માત ઉત્તરકાશી જિલ્લામાં થયો હતો, જેમાં હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય લોકોએ જીવ ગુમાવ્યો હતો. હેલિકોપ્ટર ઉત્તરકાશી જિલ્લાનાં મોરી બ્લોકથી મોલ્દી તરફ જઇ રહ્યું હતું ત્યારે તે એક અકસ્માતનો ભોગ બન્યુ હતુ. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય લોકો કેપ્ટન લાલ, સહ પાયલોટ શૈલેશ અને એક સ્થાનિક નાગરિક રાજપાલની મોત થઇ.

ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોમાં વાદળ ફાટવાના અને ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ બની છે. ઉત્તરાખંડનાં ઘણા વિસ્તારોમાં પૂરનાં કારણે તારાજી સર્જાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.