Gujarat Weather/ ઉત્તરાયણના પર્વે ગુજરાતમાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, પતંગ રસિયાઓમાં ઉમંગનો માહોલ

ગુજરાતમાં આજે ઉત્તરાયણ 2026ની ઉજવણી. હવામાન વિભાગ (Weather) મુજબ 5થી 15 કિમી પ્રતિ કલાક પવન, સ્વચ્છ આકાશ અને અનુકૂળ તાપમાનથી પતંગબાજો ખુશ.

Top Stories Gujarat Breaking News
weather

Gujarat Weather:ગુજરાતભરમાં આજે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે, જેના કારણે પતંગ ઉડાડવા માટે આકાશ સ્વચ્છ અને અનુકૂળ બન્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આ વખતે પવનની ગતિ ૫થી 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે, જે પતંગબાજો માટે આદર્શ સ્થિતિ ઊભી કરી રહી છે.ઠંડીમાં (Weather) ઘટાડો થતાં ખુલ્લા આકાશ નીચે છતો પર અને મેદાનોમાં વહેલી સવારથી જ પતંગો ઉડાડવાનું શરૂ થઈ ગયું છે. લોકો ‘કાઈપો છે’ના નાદ સાથે પતંગયુદ્ધમાં જોડાઈ રહ્યા છે. હવામાનની આ અનુકૂળતા કારણે આ વર્ષનો ઉત્તરાયણ પર્વ વધુ આનંદદાયક અને યાદગાર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન (Weather)માં ફેરફાર થતાં રાજ્યમાં ન્યૂનતમ તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે, પરંતુ ઠંડી હજુ પણ સવાર-સાંજ અનુભવાઈ રહી છે.

હવામાન (Weather) બદલાતા તાપમાન ઘટ્યું

શહેરો

તાપમાન

નલિયા (કચ્છ) 7.6 ડિગ્રી
રાજકોટ 11.1 ડિગ્રી
ભુજ 11 ડિગ્રી
અમરેલી 12.4 ડિગ્રી
ડીસા 12.3 ડિગ્રી
કંડલા 12.2 ડિગ્રી
પોરબંદર 12.5 ડિગ્રી
ગાંધીનગર 13 ડિગ્રી
અમદાવાદ 16 ડિગ્રી

આ તાપમાનને કારણે સવાર અને સાંજના સમયે હળવી ઠંડીનો (Weather) અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ દિવસ દરમિયાન તડકો અને અનુકૂળ પવનથી પતંગ ઉડાડવાની મજા બમણી થઈ ગઈ છે.હવામાન વિભાગ (IMD) અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તરાયણ (14 જાન્યુઆરી) અને વાસી ઉત્તરાયણ (15 જાન્યુઆરી) દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાશે.પવનની ગતિ ૫થી 15 કિમી/કલાક (કેટલાક વિસ્તારોમાં 20 કિમી સુધી) રહેવાની શક્યતા.આકાશ સ્વચ્છ રહેશે, વરસાદની કોઈ શક્યતા નથી.સૌરાષ્ટ્ર-કચ્છમાં પવન વધુ અનુકૂળ રહેશે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ સારી પરિસ્થિતિ જોવા મળશે.આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની અપેક્ષા છે, જેનાથી પતંગ ઉડાડવા માટે આદર્શ વાતાવરણ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન