Not Set/ ગુજરાતભરમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી, ‘લપેટ લપેટ, કાપ્યો છે’ની બૂમોથી ગાજ્યા ધાબા

અમદાવાદ આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનાં એટલે કે મકરસંક્રાતિનાં પર્વની પૂરા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વહેલી સવારથી જ નવયુવાનો અને સર્વે પતંગરસિયાઓ ધાબા પર ચડી ગયા હતાં. સવારથી જ ધાબા પર પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સવારનાં સમયે પવન ઘણો સારો હોવાંથી પતંગ રસિયાઓને ઘણી મજા પડી ગઇ હતી […]

Navratri 2022
maxresdefault 2 ગુજરાતભરમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી, 'લપેટ લપેટ, કાપ્યો છે'ની બૂમોથી ગાજ્યા ધાબા

અમદાવાદ

આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનાં એટલે કે મકરસંક્રાતિનાં પર્વની પૂરા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વહેલી સવારથી જ નવયુવાનો અને સર્વે પતંગરસિયાઓ ધાબા પર ચડી ગયા હતાં. સવારથી જ ધાબા પર પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

સવારનાં સમયે પવન ઘણો સારો હોવાંથી પતંગ રસિયાઓને ઘણી મજા પડી ગઇ હતી તેમજ ધાબા પર લોકો ડી.જેનાં તાલ સાથે અને નવા-નવા ગીતો સાથે યંગસ્ટર્સ ઠૂમકાં મારતાં તેમજ તલચીકી, સીંગચીકી, મમરાનાં લાડું અને ઊંધિયાની મજા માણતાં લોકો જોવા મળ્યા હતાં. આ ઉત્તરાયણમાં ધાબા પર યુવાધન ડાન્સ કરતા નજરે પડયાં હતાં અને યુવતીઓ ડાન્સ સાથે ઝૂમી ઉઠી હતી.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ એટલે સૂર્યનો રાશિમાંથી મકર રાશિમાં ભ્રમણ કરવાનો દિવસ. સૂર્યનો ઉત્તર અયનમાં પ્રવેશ એટલે ઉત્તરાયણ. આજે ઉત્તરાયણ નિમિત્તે આકાશમાં રંગબેરંગી પતંગોનાં મેળાવડા વચ્ચે વાતાવરણ “કાપ્યો છે”ની ચિનગારીઓથી ગુંજી ઊઠ્યું છે.

આ સિવાય પતંગનાં પર્વનાં આનંદમાં વધારો કરવા માટે ધાબાઓ પર યંગસ્ટર્સ દ્વારા પાર્ટીઓ પણ યોજવામાં આવી રહી છે. આજનાં દિવસે ઊંધીયું અને જલેબી ખાવાનો રીવાજ ચાલ્યો આવ્યો હોવાથી નર્મદા જીલ્લામાં ઊંધીયું અને જલેબીનું પૂરા ધૂમધામથી વેચાણ થઇ રહ્યું છે. તેમજ કેટલાંક નવયુવાનો આ વખતની ઉત્તરાયણમાં લોકો ધાબેથી ફેસબુક, ટ્વિટર પર લાઇવ પતંગબાજી કરતા પણ નજરે મળી રહ્યાં છે.