World News : સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના સત્ર દરમિયાન ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિસેગ્રાડ ગ્રુપ (V4 countries) ના વિદેશ મંત્રીઓ સાથે પ્રથમ વખત દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠક યોજી હતી. આ મંચ પરથી વિસેગ્રાડ જૂથના ચારેય દેશો – પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકે યુએન સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતને કાયમી બેઠક આપવાની માંગને એકસૂરે સમર્થન જાહેર કર્યું છે.
V4 countries : જયશંકરે બેઠકને ગણાવી ઐતિહાસિક ક્ષણ
વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત અને V4 દેશો વચ્ચેની આ પ્રથમ ઉચ્ચસ્તરીય બેઠકને કૂટનીતિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને આ ચાર મધ્ય-યુરોપીય દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં દાયકાઓ જૂના સંબંધો રહ્યા છે. હવે આ ઐતિહાસિક સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ટેકનોલોજી, ઈનોવેશન અને ડિફેન્સ પાર્ટનરશિપને વધુ મજબૂત કરવામાં આવશે.
વાર્ષિક બિઝનેસ ફોરમ અને વૈશ્વિક મુદ્દાઓ પર મંથન
આ બેઠકમાં વ્યાપાર, રાજકારણ, ટેકનોલોજી અને લોકો વચ્ચેના સંબંધો વધારવા માટે દર વર્ષે વિદેશ મંત્રીઓની બેઠક અને વાર્ષિક ‘બિઝનેસ ફોરમ’ યોજવા સંમતિ સધાઈ હતી. આ ઉપરાંત, રશિયા-યુક્રેન સંઘર્ષ અને પશ્ચિમ એશિયા/ગલ્ફ ક્ષેત્રના વર્તમાન સ્થિતિ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. V4 દેશોના સમર્થનથી વૈશ્વિક મંચ પર ભારતનું રાજદ્વારી કદ વધુ મજબૂત બન્યું છે.
આ પણ વાંચો :નોકરીની લાલચ, ટૂરિસ્ટ વિઝા અને ડિટેન્શન: મલેશિયામાં ફસાયા ભારતીય યુવાનો
આ પણ વાંચો :ગ્રીનલેન્ડ-એન્ટાર્કટિકામાં 12.5 ટ્રિલિયન ટન બરફ પીગળ્યો, સમુદ્ર સપાટીમાં 3.1 સેમીનો વધારો
