કોરોના/ સુરતમાં શૈક્ષણિક સત્ર શરૂ થતા જ તંત્ર એક્શન મોડમાં : વેક્સિનેશન ઝુંબેશ શરું

શાળાઓ અને કોલેજો શરુ થયા છે ત્યારે વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત બને નહિ તે માટે જરૂરી વ્યવસ્થાઓ અને સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

Gujarat Surat
કોરોના

સુરત સહીત રાજ્યભરમાં શિક્ષણ ની શરૂઆત થઇ ચુકી છે. બે અઢી વર્ષથી ઓફલાઈન અને ઓનલાઈન ભણી રહેલા ભૂલકાઓ હવે શાળાએ રેગ્યુલર જઈને ઓફલાઈન જ શિક્ષણ મેળવશે ત્યારે તંત્ર પણ કોઈ બેદરકારી રાખવા ઇચ્છતું નથી. રાજ્યમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે અને બીજી તરફ શાળાઓ અને કોલેજો શરુ થયા છે ત્યારે વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત બને નહિ તે માટે જરૂરી વ્યવસ્થાઓ અને સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

મળતી વિગત અનુસાર સુરતમાં શાળાઓ શરુ થતાની સાથે વેક્સિનેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને શાળાએ જતા વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા 70 શાળાઓમાં 2397 વિદ્યાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. બે દિવસમાં 3330 વિદ્યાર્થીઓના રસીકરણનો લક્ષ્યાંક રખાયો છે અને તમામ વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપી તેને સુરક્ષિત કરવા માટે તંત્ર સજ્જ બન્યું છે. અત્યાર સુધીમાં 12થી 14 વર્ષના 10 હજારથી બાળકોને પ્રથમ ડોઝ બાકી હતો, જ્યારે 15થી 17 વર્ષના 16 હજારથી બાળકોને પ્રથમ ડોઝ બાકી હતો અને 12થી 14 વર્ષના 40 હજારથી બાળકોને બીજો ડોઝ બાકી હતો. જે હાલ આપવામાં આવી રહ્યો છે અને કોરોના સામે લડવા માટે બાળકોની રોગપ્રતિકારક શક્તિઓ વધે તે માટે પણ સાવધાની રાખવામાં આવી રહી છે. એક પણ વિદ્યાર્થીને કોરોનાની અસર થાય નહિ તેની તકેદારી રાખવા સ્કુલ સતત પ્રયત્ન કરી રહી હોવાના દ્રશ્ય હાલ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : કોરોના ચેપમાં તીવ્ર ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 12,000 થી વધુ નવા કેસ નોંધાયા