Vadodara News: વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના એક ગામમાંથી માનવતાને ઝંઝોળી નાખે તેવી ઘટના સામે આવી છે. એક સગીર દીકરી પર તેના જ પિતા દ્વારા યૌન શોષણ (Minor Sexual Abuse Case) કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પીડિતાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ કેસની સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
ફરિયાદ મુજબ, પરિવારના આંતરિક વિવાદ બાદ માતા થોડા સમય માટે સંબંધીઓના ઘરે ગઈ હતી. ત્યારબાદ જ્યારે તે ઘરે પરત ફરી ત્યારે તેને શંકાસ્પદ સ્થિતિ જોવા મળી હતી. પીડિત સગીરા (Minor Sexual Abuse Case)એ બાદમાં પોતાની માતાને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી.
Minor Sexual Abuse Case: માતાની ફરિયાદ બાદ પિતા સામે ગંભીર ગુનો નોંધાયો
માતાએ તાત્કાલિક પરિવારજનોની મદદથી ડેસર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા પીડિતાનું જરૂરી તબીબી પરીક્ષણ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. તપાસ દરમિયાન તમામ પુરાવાઓ અને નિવેદનોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પ્રકારના કેસો (Minor Sexual Abuse Case)માં પીડિતાની ઓળખ અને ગોપનીયતા જાળવવી કાયદેસર ફરજિયાત છે. તેથી સગીરા સંબંધિત કોઈપણ ઓળખ જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો:યૌન શોષણ કેસમાં નવો વળાંક! શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર હાઈકોર્ટની રોક
આ પણ વાંચો:જુનાગઢના ગોવિંદ ગીરી પર ટ્રાન્સજેન્ડર યુવતીનો યૌન શોષણનો આરોપ
આ પણ વાંચો:જાતીય શોષણના આરોપીએ પેરોલ પર બહાર આવી કરી બાળકીનું કર્યુ યૌન શોષણ
