Vadodara News/ વડોદરા પહેલીવાર દેશમાં ડ્રોન મારફતે મોકલાયું દર્દી માટે લોહી

માત્ર 20 થી 25 મિનિટમાં જ લોહી દર્દી સુધી ડ્રોન મારફતે મોકલી શકાય છે

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News : ભારતમાં પહેલીવખત અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં લોહીનો જથ્થો મોકલવા માટે ડ્રોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જેમાં વડોદરાની ઈન્દુ બ્લ્ડ બેન્ક દ્વારા ડ્રોનથીદેશમાં પહેલીવાર આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં લોહીનો જથ્થો પહોંચાડવા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વડોદરાની ઇન્દુ બ્લડ બેંકે ડ્રોનથી ફ્રીમાં લોહી મોકલવાની સેવા શરૂ કરી છે.

અંતરિયાળ વિસ્તારોમાં તબીબી સેવા પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારે એ ક્રાંતિની શરૂઆત ગણાતી હતી.. જોકે અકસ્માત કે પ્રસૂતિ સમયે જ્યારે લોહી વધુ વહી જાય ત્યારે લોહીનો પુરવઠો મગાવવામાં સમય ઓછો પડે તેવી સ્થિતિનો ઉકેલ પણ હવે ડ્રોન ટેક્નોલોજીની મદદથી લાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.  35 કિમી એટલે છેક હાલોલથી ઘોઘંબા અને બોડેલી સુધી લોહી પહોંચાડવાની મફત સેવા દર્દીઓ માટે શરૂ કરવામાં આવી છે. છેલ્લા 3 મહિનામાં 2 ડ્રોનથી 8 દર્દીઓને અંતરિયાળ વિસ્તારમાં લોહીની ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. ડ્રોનમાં 6 કિલો વજન એટલે 8 લોહીના યુનિટ એકસાથે મોકલી શકાય છે.

માત્ર 20 થી 25 મિનિટમાં જ લોહી દર્દી સુધી ડ્રોન મારફતે મોકલી શકાય છે.વડોદરાની ઈન્દુ બ્લડ બેંકના સંચાલક વિજય શાહ કહે છે કે, વડોદરા શહેરની આસપાસ ખાસ કરીને આદિવાસી વિસ્તાર કે જ્યાં સિકલસેલ એનિમિયા તેમજ સામાન્ય એનિમિયાનું પ્રમાણ પણ વધારે છે. આવી જગ્યાઓમાં મહિલાની પ્રસૂતિ સમયે બ્લડ લોસને કારણે લોહીની જરૂર પડે ત્યારે સ્થિતિ વિપરીત થતી હોય છે. આ પ્રોજેક્ટ પોલીકેબ ઇન્ડિયાના સહયોગથી શરૂ કરાયો છે. ડ્રોન વડોદરાની બેટલ લેબ ઇન્ડિયા કંપનીએ પૂરાં પાડ્યાં છે. આ ડ્રોન રૂા.32 લાખના છે. આ જ કંપનીએ ડ્રોન પાઇલટ પણ આપ્યાં છે.

હાલમાં હાલોલમાં બ્લડ બેંક છે, જેથી હાલોલથી 22 કિમી અંતરે આવેલા ઘોઘંબા અને 35 કિમી અંતરે આવેલા બોડેલી સુધી લોહીનો પુરવઠો કટોકટીની સ્થિતિમાં પહોંચાડવામાં આવે છે. લોહીના જથ્થાની સેવા પૂરી પાડવા અગાઉ બેંગ્લોર અને હૈદ્રાબાદમાં ડ્રોનથી લોહીનો જથ્થો પૂરો પાડવાની સેવાઓનો પ્રાયોગિક ધોરણે પ્રારંભ થઇ ચૂક્યો હતો, પણ નિયમિતપણે સેવાઓ દેશમાં પહેલીવાર હાલોલથી શરૂ કરવામાં આવ્યો છે.હેક્ઝા 4 બેટરી વડે લગભગ 40 કિમી સુધીનું પણ અંતર કાપી શકાય છે
ડ્રોન ચલાવવા માટે સ્પેશિયલ ટ્રેઈન્ડ પાયલોટ લેવામાં આવ્યો છે. કલ્પેશ માળી ડ્રોનના પાયલટનું કામ સંભાળે છે. જે સમયસર દર્દી સુધી લોહી પહોચી જાય અને ડ્રોનથી કોઈ વ્યક્તિને ઈજા ન થાય તે ખાસ ધ્યાન રાખે છે. આ પાયલોટ ખાસ ટ્રેનિંગ લઈને આવે છે, સાથે જ DGCI તરફથી તેમને સર્ટિફેકેટ પણ આપવામાં આવે છે. ડ્રોનના પાયલોટ કહે છે કે હાલમાં હેક્ઝા એટલે કે 6 પાંખિયું ડ્રોન અને ક્વોડ 4 પાંખિયું ડ્રોન લાવવામાં આવ્યું છે.

હેક્ઝા 4 લિટર જેટલો જથ્થો એકવારમાં 30 કિમી, જ્યારે ક્વોડ 14 કિમી અંતર 2 લિટરની તેની સંપૂર્ણ પે-લોડ ક્ષમતા સાથે કાપી શકે છે. આ ડ્રોનને ઓપરેટ કરવા માટે 2 ડ્રોન પાઇલટની પણ નિમણૂક કરાઇ છે. હેક્ઝા 4 બેટરી વડે લગભગ 40 કિમી સુધીનું પણ અંતર કાપી શકે છે.

ડ્રોન મારફતે લોહીને એક બ્લડ બેંક થી બીજી બ્લડ બેંકમાં મોકલવામાં આવે છે. જ્યાં દર્દીના લોહીથી જે લોહી મોકલ્યું છે તેને મેચ કરવામાં આવે છે, બાદમાં દર્દીને લોહી આપવામાં આવે છે. આગામી સમયમાં રાજપીપળા, અલીરાજપુર સહિત અનેક વિસ્તારોમાં ડ્રોનથી મફતમાં લોહી પહોંચાડવાની સેવા શરૂ કરવામાં આવશે, ત્યારે ડ્રોનથી લોહી મોકલવાની ક્રાંતિ એક નવો ટેકનોલોજીનો યુગ મેડિકલ ક્ષેત્રે લાવશે તે નક્કી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાયલ હોસ્પિટલ ચકચારી કેસમાં CCTV વાયરલ કરનારા બે હેકર્સ સહિત ત્રણ ઝડપાયા

આ પણ વાંચો: CCTV ફૂટેજ વેચવાના કૌભાંડ કરનારા ત્રણેયને સાયબર ક્રાઇમ આજે લાવશે અમદાવાદ

આ પણ વાંચો: રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી