સુરત/ માંગરોળમાં વિશ્વ મધમાખી દિવસની ઉજવણી, મધમાખી ઉછેર વિષય પર કાર્યશાળાનું આયોજન

વાંકલ ખાતે સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજમાં વિશ્વ મધમાખી દિવસ ઉજવણી નિમિતે મધમાખી વિષય પર રાજ્યકક્ષાની કાર્યશાળા યોજાઈ

Gujarat Surat
મધમાખી

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજમાં વિશ્વ મધમાખી દિવસ ઉજવણી નિમિતે મધમાખી વિષય પર રાજ્યકક્ષાની કાર્યશાળા યોજાઈ હતી. સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી સુરત તેમજ એસોસિયેશન ઓફ ઝુઓલોજીસ્ટના સંયુક્ત ઉપક્રમે “મધમાખી ઉછેર વિષય પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સરકારી વિજ્ઞાન કોલેજમાં આચાર્ય ડૉ.પાર્થિવ ચૌધરી, પ્રાણીશાસ્ત્ર વિભાગનાં વડા ડૉ. રાજેશ સેનમા, અને સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નવસારી  કૃષિ યુનિવર્સિટી સુરતનાં સિનિયર સાયન્ટિસ્ટ ડૉ.જનકસિંહ રાઠોડ તેમજ એસોસિયેશન ઓફ ઝુઓલોજીસ્ટના પ્રેસિડન્ટ ડૉ.પ્રદીપ મંકોડી આચાર્ય કોલેજ ઓફ એગ્રીકલ્ચર વઘઈના ડૉ.જયેશ પસ્તાગિયા ઉપસ્થિત રહ્યા હતાં.જેમાં મધમાખી પાલન અને ઉછેર અંગે વિસ્તૃતથી માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સરકારી વિજ્ઞાન કોલેજમાં આચાર્ય ડૉ.પાર્થિવ ચૌધરી, પ્રાણીશાસ્ત્ર વિભાગનાં વડા ડૉ. રાજેશ સેનમા, અને સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ અને ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

આ પણ વાંચો: એશિયા કપ પહેલા કોહલી માટે મોટા સમાચાર, ગ્રીમ સ્મિથે નિવેદનમાં જણાવ્યું કે…

આ પણ વાંચો:એકવાર મુંબઈમાં 26/11 જેવા આતંકી હુમલાની ધમકી, પાકિસ્તાનથી આવ્યો મેસેજ

આ પણ વાંચો:ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યું છે #Boycott_Amazon, રાધા-કૃષ્ણના ‘અશ્લીલ’ પેઈન્ટિંગ વેચવા બદલ હિંદુ સંગઠનો ગુસ્સે

આ પણ વાંચો:શેખ હસીના આવશે ભારત પ્રવાસે, PM નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત; આ મુદ્દાઓ પર થશે ચર્ચા