Rape Case/ સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સજા

નરાધમે 8 દિવસ સુધી ગોંધી રાખી હતી, પોક્સો કોર્ટે ફટકારી સજા

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ગોમતીપુરમાં 14 વર્ષની એક સગીરાને પ્રમમાં ફસાવીને તેને 8 દિવસ સુધી ગોંધી રાખીને દુષ્કર્મના બનાવમાં પોક્સો કોર્ટે આરોપી મુકેશ વાડોદરાને 20 વર્ષની સજા ફટકારી છે.આ બનાવની વિગત મુજબ ગોમતીપુરમાં રહેતા 21 વર્ષીય મુકેશ વાડોદરાએ 14 વર્ષની સગીરાને પોતાના પ્રેમમાં ફસાવી હતી. બન્ને એકબીજાને મળતા પણ હતા. દરમિયાન પિડીતાને ખબર પડી કે મુકેશને નશાની આદત છે. જેને કારણે તેણે મુકેશ સાથેના સંબંધ તોડી નાંક્યા હતા. પરંતુ મુકેશે તેને ફોન પર મરી જવાની ધમકી આપી હતી.

બાદમાં મુકેશે સગીરાને 8 દિવસ સુધી ગોંધી રાખીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે મુકેશ વાડોદરાની ધરપકડ કરી હતી. આ કેસ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે આરોપીને સખત સજા ફટકારીને ન્યાયનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ચાર્જશીટ ઝડપથી કરવા બદલ પોલીસ પણ અભિનંદનને પાત્ર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ પોલીસ કમિશનરની મનમાની, મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો: અમદાવાદમાં રાજપથ રોડ પરના કેફેના ફૂડમાંથી નીકળી જીવાત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે