વડોદરા,
બોલીવુડની ફિલ્મ લવરાત્રીનું નામ બદલીને ‘લવયાત્રી’ કરી દેવામાં આવતાં હિંદુ સંગઠનોમાં ખુશી વ્યાપી છે. ફિલ્મનાં નામને લઇને વડોદરા સહિત રાજ્યભરમાં ભારે વિવાદ થયો હતો.
વડોદરાનાં ધર્મગુરૂ જ્યોતિરનાથ મહારાજે પણ અગાઉ ફિલ્મનાં નામને સામે વાંધો ઉઠાવી ફિલ્મનું નામ બદલવાની માંગ કરી હતી. ફિલ્મમાં દર્શાવવામાં આવેલી રોમાન્સ સ્ટોરીને ગુજરાતનાં વિશ્વવિખ્યાત ઉત્સવ નવરાત્રી સાથે જોડવામાં આવતાં જ્યોતિરનાથ મહારાજ સહિત હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો હતો.
હિંદુઓની ધાર્મિક લાગણી સાથે ચેડાં ગણાવી ફિલ્મનો વિરોધ કર્યો હતો. સલમાનખાન પ્રોડક્શનની આ ફિલ્મનું મોટાભાગનું શુટિંગ પણ વડોદરામાં થયું છે.
This is not a spelling mistake… #loveyatri #lovetakesover…@SKFilmsOfficial @aaysharma @Warina_Hussain @abhiraj21288 @TSeries pic.twitter.com/WcI5tbXkke
— Salman Khan (@BeingSalmanKhan) September 18, 2018
ત્યારે ફિલ્મનાં નામને લઇને ભારે વિરોધ અને વિવાદ થતાં સલમાનખાન દ્વારા ફિલ્મનું નામ લવરાત્રીથી બદલીને લવયાત્રી કરી દેવામાં આવ્યું છે.
