Not Set/ વડોદરામાં ખુલ્લી કાસે લીધો વૃદ્ધનો ભોગ, લોકોમાં ભારોભાર રોષ

વડોદરાના દાંડિયા બજારના લકડીપુલ વિસ્તારમાં ખુલ્લી કાસે વૃદ્ધનો ભોગ લીધો છે. લકડીપુલ પાસે જોખમી કાસેમાં બાઈક પર ઘરે જઈ રહેલા વૃદ્ધ  તણાતા તેમનું મોત નિપજયું છે. વૃદ્ધનાં મોતથી સમગ્ર વિસ્તારમાં લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્રારા વૃદ્ધનાં મોત માટે સીધું જ વડોદરા મહાનગર પાલિકા જવાબદાર હોવાની વાત લોકોમાં ચર્ચાએ ચડી છે. લાંબા […]

Top Stories Gujarat Vadodara

વડોદરાના દાંડિયા બજારના લકડીપુલ વિસ્તારમાં ખુલ્લી કાસે વૃદ્ધનો ભોગ લીધો છે. લકડીપુલ પાસે જોખમી કાસેમાં બાઈક પર ઘરે જઈ રહેલા વૃદ્ધ  તણાતા તેમનું મોત નિપજયું છે. વૃદ્ધનાં મોતથી સમગ્ર વિસ્તારમાં લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્રારા વૃદ્ધનાં મોત માટે સીધું જ વડોદરા મહાનગર પાલિકા જવાબદાર હોવાની વાત લોકોમાં ચર્ચાએ ચડી છે.

લાંબા સમયથી કોસ આ રીતે ખુલ્લી હોવા છતા અને વારંવાર કોર્પોરેશનનું ધ્યાન દોરવામા આવવા છતા, કોર્પોરેશન દ્રારા કોઇ સુરક્ષાનાં પગલા ન લેવામા આવતા, વડોદરા મહાનગર પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરમાં ખુલ્લી કાસો જીવલેણ બની છે અને નિર્દોષ લોકો તંત્રની બેદરકારીનો ભોગ બની રહ્યા છે. આમ પાલિકાની ગુનાહિત બેદરકારી સામે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.