વડોદરા,
વડોદરાના આજોડ ગામમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસ બુટલેગરને ત્યાં રેડ કરવા ગઇ હતી તે દરમિયાન સ્થાનિકોએ પોલીસ પર જ હુમલો કર્યો હતો. લોકોએ પોલીસ પર ઘાતક હથિયારો અને પથ્થરમારો કર્યો હતો. જે બાબતને લઇ પોલીસે ગામલોકો વિરુદ્ઘ ફરિયાદ નોધી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસે આ તોડફોડ અને મારામારી કરનાર 25 લોકો સામે ફરિયાદ નોંઘી છે અને એકની ધરપકડ કરી છે.
