Vadodara News: વડોદરાના રસ્તાઓ પર બેફામ બનીને રસ્તાઓ પર સ્ટંટ કરતા યુવાનો ચેતી જાય. હવે બાઈકના સાઈલેન્સરથી ઘોંઘાટ કરવો કે પછી ધૂમ સ્પીડે બાઈક ચલાવી તો તમારી ખેર નથી. જો હજુ પણ સુધર્યા નહીં તો તમારું મોંઘું બાઈક પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાતું જોવા મળશે. આવું એટલા માટે કહીએ છીએ કેમ કે વડોદરા પોલીસે આવી કાર્યવાહી કરી છે.. જેના કારણે નબીરાઓમાં પણ પોલીસનો ડર જોવા મળી રહ્યો છે.
જાહેર રસ્તા પર બુલેટ બાઈકમાં ફટ-ફટ અવાજ વડે બાનમાં લેનારા અને લોકોમાં રૌફ જમાવવા માગતા નબીરાઓનું હવે આવી બન્યું છે. જો તેઓ તેમની આ જ પ્રવૃત્તિ ચાલુ રાખશે તો તેમના બુલેટ બાઈક પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાતા જોવા મળશે. વડોદરામાં નવરાત્રિ દરમિયાન રસ્તાઓ પર પુરઝડપે બુલેટ દોડાવતા નબીરાઓ સામે પોલીસ લાલ આંખ કરી છે. રસ્તા પર બાઈકમાં ફટ ફટ અવાજ સાથે ઘોંઘાટ કરતા, સ્ટંટ કરતા વાહનચાલકો સામે વડોદરા પોલીસે તવાઈ બોલાવી છે. વડોદરાની ટ્રાફિક પોલીસે 27થી વધુ બુલેટ અને સ્પોર્ટ્સ બાઈક્સ કબ્જે કરી લીધી છે. જેથી હવે રસ્તા પર કોઈ તોફાન ન કરે.
ટ્રાફિક નિયમોના ઉલંઘન પર હાઈકોર્ટની ફટકાર બાદ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ક્યાંક લાયસન્સ વિના વાહનો ચલાવતા વિદ્યાર્થીઓ પર કાર્યવાહી થાય છે. તો ક્યાંક મેમો ફટકારીને દંડ વસૂલાઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં ટ્રાફિક પોલીસની આ કાર્યવાહીથી હાલ પૂરતો તો નબીરાઓમાં ડર જોવા મળી રહ્યો છે. જોકે નવરાત્રિ બાદ પણ સતત ટ્રાફિક વિભાગ આવી કાર્યવાહી કરતું રહે તેવી લોકોની માગ છે. જેથી નબીરાઓ બેફામ બનીને રસ્તાઓને બાનમાં ન લે.
પોલીસે જણાવ્યું હતું કે જાહેર રસ્તાઓ પર કોઈનો એકાધિકાર ચલાવી શકાય નહીં. આ રીતે કોઈ રસ્તાને બાનમાં લે તે કોઈપણ રીતે ચલાવી નહી શકાય. વડોદરાના રસ્તાઓ કોઈની માલિકીના નથી કે કોઈ તેના પર મન ફાવે તેમ વાહનો દોડાવી શકે. નિયમો બધા માટે સરખા છે, જેણે પણ આ રીતે વાહનો દોડાવ્યા તેના વાહનો પોલીસ જપ્ત કરીને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: વડોદરા ભાયલી સામૂહિક દુષ્કર્મ, મુખ્ય આરોપી મુન્નાનો જ વાંક હોવાનું સહઆરોપીએ જણાવ્યું
આ પણ વાંચો: વડોદરામાં ધો.12 સાયન્સની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, વિધર્મી ગરબા રમવા અને ફોટા માટે ટોર્ચર કરતો હતો
આ પણ વાંચો: વડોદરામાં સગીરા પર દુષ્કર્મ, વિધર્મીએ 12 સાયન્સની વિદ્યાર્થીનીને ગરબા રમવા કર્યું દબાણ