Vadodara News/ વડોદરાના સાવલીમાં 24 વર્ષીય યુવકે ખેતરમાં ગળેફાંસો લગાવીને કર્યો આપઘાત

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નટવર નગરમાં 24 વર્ષીય યુવકે ખેતરમાં ગળેફાંસો લગાવી આપઘાત (Suicide) કર્યો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો.

Top Stories Gujarat Vadodara Breaking News
વડોદરામાં વધુ એક આપઘાત (Suicide)ની ઘટના

Vadodara News:વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા નટવર નગર વિસ્તારમાં એક આપઘાતની ઘટના સામે આવી છે. જ્યાં  24 વર્ષીય યુવક કૌશિક છાસટીયાએ પોતાના જીવનને ટૂંકાવી દીધું છે. પ્રાથમિક માહિતી અનુસાર, યુવકે પોતાના ખેતરમાં ગળેફાંસો લગાવીને આપઘાત (Suicide) કર્યો હતો.

નટવર નગરના કૌશિક છાસટીયાએ જીવન ટૂંકાવ્યું (Suicide)

આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સાવલી પોલીસે આ ઘટનાને અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

બિલ્ડિંગ પરથી કૂદી યુવતીની આત્મહત્યા

આ પહેલા વડોદરામાં એક કોમર્શિયલ બિલ્ડિંગ પરથી પડતુ મુકીને યુવતીએ આત્મહત્યા (Suicide) કરી હતી. આ બનાવની વિગત મુજબ વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી  યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની માહિતી મળતા જ લક્ષ્મીપુરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક યુવતીનો પરિવાર પણ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

 

પ્રાથમિક તપાસમાં અનુસાર આ યુવતી  સાત મિનીટમાં સાતમાં માળે પહોંચી હતી અને બાદમાં આ પગલું ભર્યું હતું.પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે યુવતીએ કોમ્પ્લેક્સના સાતમા માળેથી પડતું મૂકી આપઘાત (Suicide) કર્યો  હતો.  મૃતક યુવતી GSFC કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ યુવતી ન્યૂ અલકાપુરી નારાયણ ગાર્ડન પાસે રહેતી હતી અને પોતાના ઘરથી 500 મીટર દૂર આવેલા બિલ્ડિંગના સાતમા માળેથી આપઘાત કર્યો હતો. ઘટનાની રાત્રે તે કોમ્પ્લેક્સના પાછળના દરવાજાથી આવતી હોવાનું CCTV ફૂટેજમાં જોવા મળ્યું  હતું.


આ પણ વાંચો:વડોદરા : વાઘોડિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનો આપઘાત

આ પણ વાંચો:વડોદરામાં બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને યુવતીનો આપઘાત, પોલીસે ઘટનાસ્થળેથી ચશ્મા-મોબાઈલ કબજે કર્યા

આ પણ વાંચો:વડોદરામાં આર્થિક તંગીથી કંટાળી પરિવારે કર્યો આપઘાતનો પ્રયાસ: રાજદીપ સોસાયટીમાં પાંચ જણે ઝેરી દવા પીધી, 6 કરોડનું દેવું