Valsad/ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર

સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર

Gujarat Others

ગુજરાત રાજ્યમાં કોરોના કાળમાં સેવા બજાવવા બદલ ઠેર ઠેર આરોગ્ય કર્મચારીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું છે. પરંતુ તેમને પોતાના જીવન માં કેવી કેવી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે તે બાબતે સમાજ હમેશા અલિપ્ત જ રહ્યો છે. હકીકતમાં કોરોના જેવા કપરા કાળમાં પોતાના જીવના જોખમે ફરજ બજાવતા હોસ્પીટલના કર્મચારીઓ ને અવાર નવાર પુરતો પગાર નથી મળતો અથવા ઘણી વાર મળતો જ નથી. અને આવા બધા કારનો સર અવાર નવાર તેમને પોતાની માંગ પૂરી કરવા માટે હડતાલ જેવું શસ્ત્ર  પણ ઉગામવું પડ્યું હોય છે.

આવું જ કાઈ વલસાડ જીલ્લા સિવિલ હોસ્પિટલ માં બન્યું છે. અહીં હોસ્પિટલના ર્ગ 4 ના કર્મચારીઓ ને પગાર ન મળતા આજરોજ હળતા પર ઉતર્યા છે. વલસાડ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ ના 230 જેટલા કર્મચારીઓના પગાર ના ઘટ તથા છેલ્લા બે મહિના થી પગાર ન ચૂકવામાં આવતા આજ રોજ વલસાડ ની સિવિલ હોસ્પિટલ ના પરિસર માં હડતાળ પર ઉતર્યા હતા.  230 જેટલા વિશ્વ એન્ટપ્રાઇઝ ના વર્ગ ચાર ના કર્મચારીઓ એ હલ્લો બોલાવી સૂત્રોચ્ચાર કર્યા હતા.  પગાર આપવાની માંગ તથા પગાર વધારવાની માગ સાથે કર્મચારી હડતાળ પર ઉતરતા સિવિલ પ્રશાસન એ મીટીંગ શરૂ કરી હતી.  તો સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા કર્મચારીઓને પગાર આપવાની બાહેધરી આપવામાં આવી હતી. કર્મચારીઓની હડતાલ  પગલે દર્દીઓને હલકી ભોગવવાનો વારો આવ્યો હતો.

Political / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે કોને સોપી કઈ જવાબદારી…..

covid19 / હવે ડ્રેગનનો અસલી ચહેરો જાહેર થશે? ચીને કોરોના વાયરસના મૂળની…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…