Vastu Tips/ આ છોડ માનવામાં આવે છે ખૂબ જ અશુભ, તે પરિવારને ગરીબી અને દુઃખથી ભરી દે છે

કેટલાક છોડ એવા પણ હોય છે જે જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરે છે. એવું કહેવાય છે કે જો આવા છોડ નજીકમાં લગાવવામાં આવે તો ઘરની શાંતિ ડહોળાય છે અને પરિવારના સભ્યોની પ્રગતિ અટકી જાય છે.

Dharma & Bhakti
devshayani 16 આ છોડ માનવામાં આવે છે ખૂબ જ અશુભ, તે પરિવારને ગરીબી અને દુઃખથી ભરી દે છે

વાસ્તુશાસ્ત્રમાં ઘરની અંદર અને તેની આસપાસના વૃક્ષો અને છોડનું મહત્વ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે. વાસ્તુ અનુસાર ઘરમાં લીલા છોડ લગાવવા ખૂબ જ શુભ હોય છે. કારણ કે વૃક્ષો અને છોડમાંથી નીકળતી સકારાત્મક ઉર્જા સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. ઘર કે ઘરની આજુબાજુના લીલાછમ છોડ જોવામાં જેટલા સુંદર હોય છે તેટલા જ મનને પણ આરામ આપે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં લીલાછમ છોડ હોય તો સકારાત્મકતાનો પ્રવાહ વધે છે જે પ્રગતિ, સુખ અને સમૃદ્ધિના આગમનમાં મદદરૂપ થાય છે, પરંતુ કેટલાક છોડ એવા પણ હોય છે જે જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરે છે. એવું કહેવાય છે કે જો આવા છોડ નજીકમાં લગાવવામાં આવે તો ઘરની શાંતિ ડહોળાય છે અને પરિવારના સભ્યોની પ્રગતિ અટકી જાય છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ એવા છોડ વિશે જે ઘરમાં નકારાત્મકતા વધારે છે.

કાંટાદાર છોડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘર અથવા ઘરની આસપાસ કોઈપણ પ્રકારના કાંટાવાળા છોડ લગાવવાથી બચવું જોઈએ. ઘરમાં આવા છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. તેમજ આવા છોડ જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી કરે છે.

બાવળનું ઝાડ ન લગાવો
ઘરની નજીક બાવળનું ઝાડ ક્યારેય ન લગાવો. વાસ્તુ અનુસાર તેને લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આ કારણ છે કે બાવળના ઝાડમાં કાંટા હોય છે, જે કામમાં અવરોધની સાથે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે, જેનાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.

બોર નું ઝાડ પણ અશુભ છે
વાસ્તુશાસ્ત્ર અનુસાર બોરના ઝાડમાં કાંટા હોવાના કારણે ઘરમાં નકારાત્મકતા વધે છે અને આર્થિક સંકટ ઘેરી બને છે. એવું કહેવાય છે કે જે ઘરમાં બોર નું ઝાડ હોય ત્યાં દેવી લક્ષ્મી દુ:ખી થઈને ઘર છોડી દે છે.

લીંબુ અને આમળા વૃક્ષ
મોટાભાગે લોકો પોતાના ઘર કે બગીચામાં આમળા અને લીંબુના ઝાડ વાવે છે. જ્યારે વાસ્તુશાસ્ત્ર અનુસાર આને પણ શુભ માનવામાં આવતું નથી. જો તમારા ઘરમાં અથવા ઘરની બહાર લીંબુ અથવા આમળા નું ઝાડ છે, તો તેને દૂર કરો, કારણ કે તેની હાજરીથી ઘરમાં તકલીફ વધે છે અને તણાવ વધે છે.