Not Set/ પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નામ

લતા મંગેશકર ફેબ્રુઆરીમાં 92 વર્ષની વયે અવસાન પામેલા અને તેમના સન્માન તેમજ સ્મૃતિમાં આ વર્ષથી એવોર્ડ આપવાની શરૂઆત કરાઈ છે.

Top Stories Entertainment
લતા મંગેશકર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ લતા દિનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે એવી જાહેરાત મંગેશકર પરિવારે સોમવારે કરી હતી. લતા મંગેશકર ના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરની 80મી પુણ્યતિથિના દિવસે 24 એપ્રિલે વડાપ્રધાનને લતા મંગેશકરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

મંગેશકર પરિવાર અને માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, લતા મંગેશકર ફેબ્રુઆરીમાં 92 વર્ષની વયે અવસાન પામેલા અને તેમના સન્માન તેમજ સ્મૃતિમાં આ વર્ષથી એવોર્ડ આપવાની શરૂઆત કરાઈ છે. મંગેશકર પરિવારે વધુ જણાવતાં કહ્યું હતું કે આ વર્ષે ગુરુ દીનાનાથજીનો 80મો સ્મૃતિ દિવસ છે આથી ત્યારે જ આ એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવશે. દર વર્ષે આ પુરસ્કાર દેશ માટે સૌથી વધુ સેવા અને વિકાસ કાર્ય કરનાર તેમજ સમાજ અગ્રણી પ્રસિદ્ધ અને નોંધપાત્ર કાર્ય કરનાર એક વ્યક્તિને આપવામાં આવશે. આથી આ વર્ષે લતા મંગેશકર એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવાનું નક્કી કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક માટે માનનીય નેતા છે તેમના વડપણ હેઠળ ભારતની વૈશ્વિક સ્તરે એક ચોક્કસ સ્થાન પ્રાપ્ત થયું છે. દેશમાં પણ તેમના કારણે વિકાસ થઇ રહયો છે. આથી અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવાનું નક્કી કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવોર્ડ સ્વીકારી રહ્યા છે એ બદલ એમનો આભાર માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન એક સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ છે. જે છેલ્લા ૩૨ વર્ષથી મંગેશકર  પરિવાર દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં સંગીત, નાટક, કલા સહિતના અન્ય ક્ષેત્રમાં સન્માનનીય તેમજ નોંધપાત્ર કાર્ય કરનારને સન્માનિત કરવામાં આવે છે.

આ પણ વાંચો :લીસા હેડનનો સુપર ફિટ લૂક જોઈને ફેન્સ થઈ ગયા દંગ, લોકો એ કહ્યું કે…!!!

આ પણ વાંચો : આલિયા-રણબીરના લગ્નમાં 200 બાઉન્સર સુરક્ષા સંભાળશે, રાહુલ ભટ્ટનો ખુલાસો

આ પણ વાંચો :અમેરિકાના આ શહેરમાં દર વર્ષે ઉજવવામાં આવે છે શ્રેયા ઘોષાલ ડે, જાણો તેની પાછળની રસપ્રદ કહાની