બોલિવૂડના જાણીતા અભિનેતા નસીરુદ્દીન શાહને બે દિવસ પહેલા જ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર અનુસાર, તેમને ન્યુમોનિયા છે અને તેના ફેફસાંમાં ઇન્ફેકશન પણ જોવા મળ્યું છે. અભિનેતાની પત્ની રત્ના પાઠક અને તેમના બાળકો પણ હોસ્પિટલમાં હાજર છે.
અભિનેતાના પુત્ર વિવાન શાહે એક વેબસાઈટને જણાવ્યું હતું કે- “પાપા ઠીક છે. તે ન્યુમોનિયાનો એક પેચ છે જેની સારવાર કરવામાં આવી રહી છે. ચિંતા કરવાની કંઈ વાત નથી. તે હજી પણ હોસ્પિટલમાં છે.”

આ પણ વાંચો :શ્વાસ લેવામાં તકલીફ થતા દિલીપકુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
વળી, આપને જણાવી દઈએ કે ઘણી વખત આવા અહેવાલો સામે આવ્યાં છે કે નસીરુદ્દીન શાહની તબિયત સારી નથી, પરંતુ અત્યાર સુધી તે ખોટા હોવાનું બહાર આવ્યું છે. જો કે, આ વખતે સમાચાર ખોટા નથી. નસીરુદ્દીન શાહના મેનેજરે એક ખાનગી માધ્યમ સાથે વાત કરતા જણાવ્યું કે, ‘તેઓ બે દિવસ માટે હોસ્પિટલમાં દાખલ છે. તે ડોકટરોની દેખરેખ હેઠળ છે. તેમને ન્યુમોનિયાના કારણે દાખલ કરવામાં આવ્યા છે. તેમના ફેફસામાં એક પેચ મળી આવ્યો હતો, તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હતી. તેમની હાલત સ્થિર છે અને સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો :મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ એટેકથી નિધન
જણાવી દઈએ કે 70 વર્ષીય નસીરુદ્દીન શાહે 1975 માં ફિલ્મ ‘નિશાંત’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, નસિરે 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. નસીરુદ્દીન શાહ છેલ્લે સીમા પહવા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રામ પ્રસાદ કી તેરહવી’ માં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો :કંગનાનો પાસપોર્ટ રિન્યુ,સોશિયલ મીડિયા પર તસવીર સાથે આ વાતની જાણકારી આપી
આ પણ વાંચો : સામે આવ્યું ફિલ્મ RRR નું નવું પોસ્ટર, 2 સોંગ સિવાય પૂર્ણ થયું શુટિંગ
