ગુજરાત/ ધોરણ 10 – 12 નાં રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા, CCTV સહિતની સુવિધા કેન્દ્રો પર ફરજીયાત

ગુજરાતમાં ધોરણ 10 અને12ની બોર્ડ આયોજીત રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટે પાણી પહેલાં પાળ બાંધવાનો પ્રયાસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કર્યો છે.

Gujarat Others

ગુજરાતમાં ધોરણ 10 અને12ની બોર્ડ આયોજીત રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટે પાણી પહેલાં પાળ બાંધવાનો પ્રયાસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કર્યો છે. રીપીટર વિદ્યાર્થીઓ માટે આયોજીત પરીક્ષાકેન્દ્ર માટે સીસીટીવી કેમેરા હોય તેને જ મંજૂરી આપવાનો નિર્ણય બોર્ડે કર્યો છે.એટલું જ નહીં બોર્ડ દ્વારા સીસીટીવી કેમેરાના માધ્યમથી પરીક્ષા માટે સંપૂર્ણ મોનીટરીંગ થાય એ મુજબનું આયોજન કર્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રીપીટર ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા 15 થી 25 જુલાઇ દરમિયાન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરમિયાન રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટે કેટલાંક ચોક્કસ નિયમ બોર્ડ દ્વારા નિયત કરી આ અંગેની જાણ તમામ જિલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવ્યા છે. બોર્ડના નિયમ વિરૂદ્ધ પરીક્ષાપદ્ધતિમાં કોઇપણ ગેરરીતિ જણાશે તો જે-તે કર્મચારી કે અન્ય દોષી સામે ફોજદારી સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :મેગાસિટીઓમાં RTOના ડ્રાઇવિંગ ટ્રેક પર ટેસ્ટનો સમય વધારવાની માંગ

બોર્ડે પરીક્ષાર્થી હેતુ કયા નિર્ણય કર્યા…. .?

  • સીસીટીવી ધરાવતાં જ પરીક્ષાકેન્દ્રોની ફાળવણી કરવી
  • જિલ્લાકક્ષાએ સીસીટીવી ફૂટેજ નિહાળવા ટીમની રચના
  • પરીક્ષાપ્રક્રિયા શરૂ થતાં જ કાર્યવાહીના વિડિયો લેવા
  • સીસીટીવીમાં ઓડિયો-વિડિયો બંન્ને કાર્યાન્વિત હોવા જ જોઇએ
  • સીસીટીવીમાં વાંધાજનક ફૂટેજ જણાય તો તાકીદે કાર્યવાહી કરો
  • જિલ્લાટીમ ઝોનલ અધિકારી સમક્ષ સીસીટીવીનો રિપોર્ટ રજૂ કરે
  • બિલ્ડીંગ કંડક્ટર રૂમમાં પણ સીસીટીવી કાર્યરત હોવા ફરજીયાત
  • સ્પષ્ટ દેખાય તે પ્રકારે સીસીટીવી ફૂટેજ હોવા આવશ્યક
  • પરીક્ષાકેન્દ્રમાં સીસીટીવી સામે બ્લોકનંબર દર્શાવતું પાટિયું અને ઘડિયાળ ફરજીયાત
  • સીસીટીવીમાં વાંધાજનક અંગે એ જ દિવસે પરીક્ષાકેન્દ્રએ બોર્ડને રિપોર્ટ કરવો રહેશે
  • કેન્દ્ર પર જવાબદાર કોઇપણ દોષી સામે બોર્ડ કાર્યવાહી કરશે

એકંદરે બોર્ડે આ વર્ષે પરીક્ષામાં કોઇપણ પ્રકારની ગેરરીતિ થાય તે પહેંલાં પૂર્વ આયોજન કર્યું છે.પરંતુ આયોજનનો વાસ્તવમાં અમલ થાય છે કે કેમ એ જોવાનું રહેશે. હાલ તો બોર્ડના કડક વલણથી પરીક્ષાકેન્દ્રના સંચાલકો બોર્ડની સૂચના આધારિત તૈયારી કરવામાં વ્યસ્ત બન્યા છે. બોર્ડે કોરોના સુરક્ષિત એસઓપીનું પાલન કરવા પણ કેન્દ્રને સૂચના આપી છે. વિદ્યાર્થીઓ ઉપરાંત કેન્દ્રમા ઉપસ્થિત રહેનારા તમામ માટે રસીકરણ ફરજીયાત સહિતના નિયમનું પાલન કરવાનો નિર્ણય પણ બોર્ડે કરી પરીક્ષાકેન્દ્ર પર તૈયારીને આખરી ઓપ આપ્યો છે.

આ પણ વાંચો :ભૂત સામે પોલીસ ફરિયાદ, જાણો ગુજરાતનાં ક્યાં જીલ્લામાં નોંધાઈ

આ પણ વાંચો :  આજે વહેલી સવારે રાજ્ય ના રિટાયર્ડ DG તીર્થરાજનું નિધન થયું