Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ ત્રાટક્યો છે. શિંગોડા નદી પર આવેલી જમજીરના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં પુષ્કળ પ્રમાણમાં ધોધ પરથી પાણી વહી રહ્યું છે. જામનગરમાં સારા વરસાદના પગલે 14 જેટલા જળાશયો છલકાયા છે.
ધોધથી ભયાનક દ્રશ્યો સર્જાયા છે. જિલ્લાના કુલ 25 માંથી 14 જેટલા જળાશયો પાણીથી છલોછલ થયા છે. ફુલઝર 1 અને 2, સપડા, ડાઈ મીણસાર, ઉન્ડ 3, રંગમતી, ફુલઝર (કો.બા ), રૂપાવટી, સસોઈ 2, રૂપારેલ, બાલંભડી, ઉમિયાસાગર, વાગડીયા અને ઉન્ડ 4 સહિતના જળાશયો પાણીથી છલોછલ થયા છે.
હિરણ ડેમ ૨.૭૬% ભરાયો છે. વેરાવળ-તાલાલાના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ, વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાણવાળા વિસ્તારોને સચેત રહેવા કહેવામાં આવ્યું છે. નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાંખર ન લઇ જવા કડક સુચના અપાઈ છે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે કંટ્રોલરૂમ ઊભો કરાયો
આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે
આ પણ વાંચો: પોરબંદરમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું, વહીવટી તંત્ર ખડેપગે

