Not Set/ ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન, 83 વર્ષની વયે દુનિયાને અલવિદા કર્યું

બજાજ ગ્રુપના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું શનિવારે નિધન થયું છે. તેઓ 83 વર્ષના હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા

Business
Untitled 46 13 ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન, 83 વર્ષની વયે દુનિયાને અલવિદા કર્યું

બજાજ ગ્રુપના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું શનિવારે નિધન થયું છે. તેઓ 83 વર્ષના હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. રાહુલ બજાજે ગયા વર્ષે 29 એપ્રિલે બજાજ ઓટોના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું. જો કે, ગ્રુપ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

राहुल बजाज

રાહુલ બજાજનો જન્મ 10 જૂન 1938ના રોજ થયો હતો. રાહુલ બજાજે અર્થશાસ્ત્ર અને કાયદામાં ડિગ્રી પૂર્ણ કરી છે. તેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ પણ કર્યું છે. રાહુલ બજાજે 1968માં બજાજ ઓટોમાં એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે જોડાયા હતા. ઓટોમોટિવ ઉદ્યોગમાં બજાજને વિકસાવવામાં રાહુલ બજાજે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 2001માં રાહુલ બજાજને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

રાહુલ બજાજ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક કાર્યકર્તા જમનાલાલ બજાજના પૌત્ર છે. રાહુલે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી સ્કૂલિંગ કર્યું હતું. તેણે મુંબઈની લો યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી પણ મેળવી છે.