નિધન/ દિગ્ગજ મરાઠી અભિનેતા શ્રીકાંત મોઘેનું થયું નિધન

દિગ્ગજ મરાઠી થિયેટર કલાકાર અને ફિલ્મ અભિનેતા શ્રીકાંત મોઘેનું  શનિવારે પૂણે સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું હતું.

Entertainment
A 83 દિગ્ગજ મરાઠી અભિનેતા શ્રીકાંત મોઘેનું થયું નિધન

દિગ્ગજ મરાઠી થિયેટર કલાકાર અને ફિલ્મ અભિનેતા શ્રીકાંત મોઘેનું  શનિવારે પૂણે સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. મોઘે  પરિવારના સૂત્રોએ આ માહિતી આપી હતી. તે 91 વર્ષના હતા.

સૂત્રોએ જણાવ્યું કે, તેઓ વય સંબંધિત બિમારીઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. મોઘેનો જન્મ 6 નવેમ્બર 1929 ના રોજ સાંગલી જિલ્લાના કિરલોસકારવાડીમાં થયો હતો. તેમણે સિંહાસન (1979) જેવા વિવિધ હિટ મરાઠી નાટકો અને ફિલ્મોમાં કામ કર્યું હતું.

આપને જણાવી દઈએ કે, અભિનય ઉપરાંત શ્રીકાંતે મરાઠી નાટકોનું દિગ્દર્શન પણ કર્યું છે જેમાં વરિયાચિ વરાત અને તુઝે આહે તુજપશી જેવા નાટકો શામેલ છે. મરાઠી ફિલ્મોમાં તેમની લોકપ્રિય ભૂમિકાઓમાં મધુચંદ્ર, સિંહાસન , જમાત, વાસુદેવ બળવંત ફાડકે શામેલ છે.