Not Set/ Video/ ભારતની આ ટેબ્લેટ બ્રાઝિલ રાષ્ટ્રપતિ માટે બની અમૃત, જાણો

હાઈડ્રોક્સીક્લોરોક્વિન, કોરોનાવાયરસ રોગચાળાનાં બચાવવા માટે ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે. જોકે આ ટેબ્લેટ મેલેરિયાનાં બચાવમાં લેવામાં આવે છે, પરંતુ કોરોના સામેની લડાઇમાં, તે દર્દીઓ માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે. કોરોના વૈશ્વિક રોગચાળા દરમિયાન, ભારતે અમેરિકા અને બ્રાઝિલ સહિતનાં ઘણા દેશોમાં આ ટેબ્લેટની નિકાસ કરીને વિશ્વને પોતાના મુરીદ બનાવ્યા હતા. બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જેયર […]

World

હાઈડ્રોક્સીક્લોરોક્વિન, કોરોનાવાયરસ રોગચાળાનાં બચાવવા માટે ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે. જોકે આ ટેબ્લેટ મેલેરિયાનાં બચાવમાં લેવામાં આવે છે, પરંતુ કોરોના સામેની લડાઇમાં, તે દર્દીઓ માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે. કોરોના વૈશ્વિક રોગચાળા દરમિયાન, ભારતે અમેરિકા અને બ્રાઝિલ સહિતનાં ઘણા દેશોમાં આ ટેબ્લેટની નિકાસ કરીને વિશ્વને પોતાના મુરીદ બનાવ્યા હતા. બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો હાલમાં કોરોનાવાયરસથી સંક્રમિત છે. તેઓ પણ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબ્લેટનું સેવન કરી રહ્યા છે. તેમણે કોરોનાની દ્રષ્ટિએ ફાયદાકારણ ગણાવ્યુ છે. બ્રાઝિલનાં રાષ્ટ્રપતિએ ટેબ્લેટની પ્રશંસા કરતો એક વીડિયો બહાર પાડ્યો છે.

આ વીડિયોમાં જેયર બોલ્સોનારો આ કહેતા જોઇ શકાય છે, ‘હું અહીં હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો ત્રીજો ડોઝ લઈ રહ્યો છું. હું ખુબ સારું અનુભવું છુ. હું રવિવારે તેમ જ હતો. મને સોમવાર અને મંગળવારે ખરાબ લાગ્યું હતુ, હું જે શનિવારે હતો તેના કરતા ઘણો સારો છું. આ (ટેબ્લેટ) ચોક્કસપણે કામ કરી રહી છે. આપણે જાણીએ છીએ કે એવી બીજી દવાઓ પણ છે જે કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે છે. આપણે જાણીએ છીએ કે તેની અસર વૈજ્ઞાનિક રૂપે સાબિત નથી થઇ પરંતુ તે વધુ એક વ્યક્તિ માટે એક શાનદાર કામ કરી રહી છે. ઠીક છે અમે સાથે છીએ.