Not Set/ Video/ શાહરૂખ ખાને શરુ કર્યું શુટિંગ, ‘મન્નત’ની બાલકનીમાં શૂટ કરતો જોવા મળ્યો એક્ટર

મુંબઈમાં શુક્રવારથી ટીવી શો માટે શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ સાથે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પણ પોતાના કામ પર પરત ફર્યો છે. શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તે તેના મુંબઇ સ્થિત ઘર ‘મન્નત’ની બાલકનીમાં શુટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો ક્લિપમાં ઘણા મોટા […]

Uncategorized
2658214da3a9a334b7868fcf75f88376 Video/ શાહરૂખ ખાને શરુ કર્યું શુટિંગ, 'મન્નત'ની બાલકનીમાં શૂટ કરતો જોવા મળ્યો એક્ટર

મુંબઈમાં શુક્રવારથી ટીવી શો માટે શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ સાથે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પણ પોતાના કામ પર પરત ફર્યો છે. શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તે તેના મુંબઇ સ્થિત ઘર ‘મન્નત’ની બાલકનીમાં શુટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો ક્લિપમાં ઘણા મોટા કેમેરા પણ જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં શાહરૂખ ખાને ચેક શર્ટ અને જીન્સ પહેર્યું છે. તે શૂટિંગ દરમિયાન પોતાનો એક હાથ વારંવાર ઉઠાવી રહ્યો છે, જાણે કોઈ નારા લાગી રહ્યો છે. આ પછી, તે તેના બંને હાથ ઉપરની તરફ ઉઠાવે છે. શાહરૂખ ખાન કયા પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો છે, તે હજી જાણી શકાયું નથી. શાહરૂખ ખાનના ચાહકો તેને સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત છે. લોકો તેની આગામી ફિલ્મ વિશે જાણવા માટે પણ ખૂબ ઉત્સુક છે.