એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બાઇક પર સવાર વાંદરાએ શેરીમાં પ્રવેશ કરી અને એક બાળકીને ખેંચીને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો આ ઘટનાને ‘અપહરણનો પ્રયાસ‘ ગણાવી રહ્યા છે. બાળકી ઘરની બહાર બેઠી હતી. ત્યારબાદ વાંદરો બાઇક પર સવાર થઇને પહોંચ્યો અને બાળકીને ખેંચવા લાગ્યો.
વીડિયોમાં જોઈ શકાય છે કે, વાનર બાઇક ચલાવતા શેરીમાં પ્રવેશ કરે છે. તે સમયે, એક બાળકી અન્યોની સાથે ઘરની બહાર બેંચ પર બેઠી હતી. બાઇક લઇને આવનાર વાંદરો તે બાળકી સુધી પહોંચી બાઇકને છોડી તે બાળકીને ઘસીટીને લઇ જવાનો પ્રયત્ન કર્યો છે. લોકોએ જોયુ અને બાદમાં તેઓ રસ્તા પર આવી ગયા. બાળકીને ખેંચીને લઈ ગયા બાદ અડધા રસ્તેથી વાંદરો ગભરાઈને ભાગી ગયો હતો. બાળકી બાદમાં ઉઠી અને ફરી જ્યા બેઠી હતી ત્યાં બેસી ગઇ. આ વીડિયો યુએસનાં પૂર્વ બાસ્કેટબોલ ખેલાડી રેક્સ ચેપમેન દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું હતું, ‘મને યાદ નથી કે મે વાંદરાને બાઇક ચલાવતા ક્યારે જોયો હતો અને બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.‘
Can’t remember the last time I saw a monkey ride-up on a motorcycle and try to steal a toddler. It’s been ages…pic.twitter.com/PBRntxBnxw
— Rex Chapman🏇🏼 (@RexChapman) May 4, 2020