Heat wave in India/ મહારાષ્ટ્રમાં ચોમાસા વચ્ચે જૂન મહિનાનો તાપ વધ્યો, મેદાની રાજ્યોને ગરમીથી નહીં મળે રાહત

વર્તમાન સમયમાં દિલ્હી સહિત દેશના મેદાની વિસ્તારોમાં ગરમીના કારણે લોકો પરેશાન છે, ઈન્ડિયા મેટ્રોલોજીકલ (IMD) એ જણાવ્યું કે પંજાબ, હરિયાણામાં ગરમીનો સામનો કરવો પડશે

Top Stories India
3 40 મહારાષ્ટ્રમાં ચોમાસા વચ્ચે જૂન મહિનાનો તાપ વધ્યો, મેદાની રાજ્યોને ગરમીથી નહીં મળે રાહત

વર્તમાન સમયમાં દિલ્હી સહિત દેશના મેદાની વિસ્તારોમાં ગરમીના કારણે લોકો પરેશાન છે. ઈન્ડિયા મેટ્રોલોજીકલ (IMD) એ જણાવ્યું કે પંજાબ, હરિયાણામાં ગરમીનો સામનો કરવો પડશે. જયારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક સિવાય, તમામ હવામાન મથકોએ રવિવારે મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું, જ્યારે સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં ગરમ ​​અને સૂકા પશ્ચિમી પવનો ફૂંકાયા હતા.

દિલ્હીના બેઝ સ્ટેશન સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં મહત્તમ તાપમાન 43.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધારે હતું. અક્ષરધામ મંદિર નજીકના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઓટોમેટેડ વેધર સ્ટેશન ખાતે મહત્તમ તાપમાન 46.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નજફગઢ, મુંગેશપુર, પીતમપુરા અને રિજ વેધર સ્ટેશને અનુક્રમે મહત્તમ તાપમાન 46.4 ડિગ્રી સેલ્સિયસ, 46.2 ડિગ્રી સેલ્સિયસ, 45.8 ડિગ્રી સેલ્સિયસ અને 45.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ભારતીય હવામાન વિભાગે સોમવારે દિલ્હીના કેટલાક ભાગોમાં હીટવેવની ‘યલો એલર્ટ’ ચેતવણી જારી કરી છે. ઉલ્લેખનીય છે કે IMD હવામાનની ચેતવણીઓ માટે ચાર રંગ કોડનો ઉપયોગ કરે છે લીલો, પીળો, ઓરેન્જ અને લાલ. ‘ગ્રીન’ એટલે કે કોઈ ક્રિયાની જરૂર નથી. ‘યલો’ કોડનો અર્થ છે નવીનતમ માહિતી પર નજર રાખવી. ‘ઓરેન્જ’ કોડ એટલે તૈયાર રહો અને ‘રેડ’ કોડ એટલે યોગ્ય પગલાં લો. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે 15-16 જૂન દરમિયાન આકરી ગરમીથી રાહત મળવાની આશા છે.

ભારતીય હવામાન વિભાગના એક અધિકારીએ માહિતી આપી હતી કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બે દિવસના વિલંબ સાથે શનિવારે મહારાષ્ટ્રમાં પહોંચ્યું હતું.  કોંકણમાં સામાન્ય રીતે 9 જૂન સુધીમાં ચોમાસું પહોંચી જાય છે. અધિકારીએ કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં આવી ગયું છે. તેમણે કહ્યું કે આના કારણે રાજ્યમાં વરસાદ પડશે અને કોંકણના કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ પડશે. જે વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ત્યાં ચેતવણી પણ જારી કરવામાં આવી છે.