Not Set/ Video/ સિદ્ધાર્થ શુક્લાએ ક્રિકેટ રમતા લગાવ્યો એવો શોટ, હાજર લોકો થઇ ગયા હેરાન

  બિગ બોસ 13 નાં વિજેતા અને ટીવી જગતનાં પ્રખ્યાત ચહેરા એટલે કે સિદ્ધાર્થ શુક્લાએ પોતાની શૈલીથી દરેકનું હૃદય જીતી લીધું છે. બિગ બોસ 13 માં તેણે ધમાકો કર્યો જ હતો, સાથે જ અભિનેતા શો પછી પણ હેડલાઇન્સમાં રહ્યો છે. તાજેતરમાં જ સિદ્ધાર્થ શુક્લાનો એક વીડિયો દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે, જેમાં બિગ બોસ […]

Uncategorized

 

બિગ બોસ 13 નાં વિજેતા અને ટીવી જગતનાં પ્રખ્યાત ચહેરા એટલે કે સિદ્ધાર્થ શુક્લાએ પોતાની શૈલીથી દરેકનું હૃદય જીતી લીધું છે. બિગ બોસ 13 માં તેણે ધમાકો કર્યો જ હતો, સાથે જ અભિનેતા શો પછી પણ હેડલાઇન્સમાં રહ્યો છે. તાજેતરમાં જ સિદ્ધાર્થ શુક્લાનો એક વીડિયો દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે, જેમાં બિગ બોસ 13 નો વિજેતા ક્રિકેટ રમતા જોવા મળી રહ્યો છે.

ક્રિકેટ મેચ દરમિયાન સિદ્ધાર્થ શુક્લા એવો શોટ મારે છે કે તેને જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે. ક્રિકેટ રમતી વખતે સિદ્ધાર્થ શુક્લાની શૈલી પણ જોવા જેવી છે. વીડિયોમાં સિદ્ધાર્થ શુક્લા ટીકટોક સ્ટાર રિયાઝ અલી, અંશુલ ગર્ગ અને રાઘવ શર્મા સાથે ક્રિકેટ રમતા નજરે પડે છે. પહેલા જ બોલ પર સિદ્ધાર્થ શુક્લા એવો શોટ મારે છે, જે જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે. આવી સ્થિતિમાં સિદ્ધાર્થ સાથે હાજર વ્યક્તિએ પૂછ્યું કે ભાઈ, તમે કંઈક કહેવા માંગો છો. સિદ્ધાર્થે કહ્યું, “તે વ્યક્તિને પ્રેક્ટિસની જરૂર છે.” સિદ્ધાર્થ શુક્લાનો આ વીડિયો તેના ફેનપેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેનો વીડિયો જોતા, એમ કહી શકાય કે તે રમતમાં પણ શ્રેષ્ઠ છે.

આપને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ 13માં હતો ત્યારે ચાહકોનું દિલ જીતવા માટે તેણએ કોઈ કસર છોડી ન હોતી. સિધ્ધાર્થ શુક્લાએ શો માં હતો ત્યારે ઘણી ઓળખ બનાવી હતી. બિગ બોસ 13 માં સિદ્ધાર્થ અને શહનાઝ ગિલની જોડીને લોકો ખૂબ પસંદ કરતા હતા. શો છોડ્યા બાદ સિદ્ધાર્થ શેહનાઝ સાથે ભુલા દુંગા ગીતમાં પણ જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે, સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ 13 પહેલા ખતરો કે ખેલાડી પણ જીતી ચૂક્યો છે. આ સાથે તેણે ઘણી ટીવી સિરિયલો અને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.