બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી તેના ડાન્સ વીડિયોને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. હવે તેનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ‘સ્વેગ સે સ્વગત’ ગીત પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
નોરા ફતેહી ક્રિસમસ અને નવા વર્ષના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન નોરા ફતેહીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે, જેમાં તે સલમાન ખાન અને કેટરીના કૈફના ગીત ‘સ્વેગ સે સ્વગત’ પર બેલી ડાન્સ કરી રહી છે. વીડિયોમાં, નોરા ફતેહી રેડ કલરનો ડ્રેસ પહેરીને આકર્ષક સ્ટાઇલમાં બેલી ડાન્સ કરતી જોવા મળી શકે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર લાખો વખત જોવામાં આવ્યો છે.
https://www.instagram.com/p/CI6HgAYH3cg/?utm_source=ig_web_copy_link
ઇન્સ્ટાગ્રામ પર નોરા ફતેહીના ફોલોઅર્સ દિવસેને દિવસે વધી રહ્યા છે. તાજેતરમાં નોરાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે તે 20 કરોડ ફોલોઅર્સ સુધી પહોંચી ગઈ છે. તેણે પોતાનો વિડીયો શેર કરતા કેપ્શન લખ્યું, “અમે તે પૂર્ણ કર્યું છે. મારા ઇન્સ્ટા ચાહકો અને જેઓ મને ટેકો આપે છે તેમના માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું. તમને લોકો ખૂબ પ્રેમ. આ તો માત્ર શરૂઆત છે. ”
આપને જણાવી દઈએ કે નોરા ફતેહી, ‘કમરીયા’, ‘દિલબર’ અને ‘ઓ સાકી-સાકી’ જેવા ગીતો પર જોરદાર ડાન્સ કર્યો છે. તે છેલ્લે રેમો ડીસુઝાની સ્ટ્રીટ ડાન્સર 3 ડીમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના સિવાય વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.
‘દિયા ઓર બાતી હમ’ ના રાશિદ ખાન બીજી વાર બન્યો પિતા, દીકરાનો ફોટો શેર કરી જણાવ્યું નામ
સૌથી વધુ કમાણી કરનારી હસ્તીઓની યાદીમાં અક્ષય કુમાર પણ સામેલ, જાણો કમાણી વિશે
હેક થયું ઉર્મિલા માતોંડકરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, સાયબર સેલમાં નોંધાવી FIR
વિદેશમાં વ્હાઈટ ચોલી પહેરીને ફરી રહી હતી આ એક્ટ્રેસ, બેલેન્સ બગડતા થયું આવું…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
