Not Set/ વડોદરામાં વિજિલન્સની ટીમે રેડ : દારૂનો જથ્થો એટલો ઝડપાયો કે….

સ્ટેટ વિજિલન્સ ટીમની રેડ ની કાર્યવાહી ચાલી રહી છે જોકે આટલી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે સામે આવ્યું નથી તો બીજી બાજુ બુટલેગરો પણ હવે પોલીસથી બચી શહેરમાં શરાબનો જથ્થો ઘૂસાડવા અવનવા પેતરા અપનાવી રહ્યાં છે.

Gujarat Vadodara
વડોદરા

વડોદરા શહેરમાં વધુ એકવાર સ્થાનિક પોલિસ ઊંઘતી ઝડપાઇ અને સ્થાનિક પોલીસનાં નાક નીચે સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધી છે સરકાર પણ મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્ધારા શહેરમાં એક બાદ એક બુટલેગરોનાં અડ્ડાઓ પર દરોડા પાડી જે રીતે લાખો રૂપિયાનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે તે જોતા કહી શકાય કે સરકાર દ્ધારા જે ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધીનાં કાયદા નો કડક અમલ થઇ રહ્યો હોવાનાં દાવા કરવામાં આવે છે તે ફક્ત કાગળ પર જ દેખાડવામાં આવી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં સ્ટેંટ વિજિલન્સની ટીમ દ્ધારા બુટલેગરોનાં અઢા પર દરોડા પાડી વિદેશી શરાબનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડી સ્થાનિક પોલીસને ઊઘતી ઝડપી રહી છે ત્યારે આજે વધુ એક વાર સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી અને સ્ટેંટ વિજિલન્સ ની ટીમે કારેલીબાગ પોલીસ મથકની હદમાં દરોડા પાડી વાપીથી શહેરનાં કારેલીબાગ વિસ્તારમાં આવેલ ભાવના રોડવેસ ટ્રાન્સપોર્ટમાં મંગાવવામાં આવેલ મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અંદાજિત 60 પેટીથી વધુનો વિદેશી શરાબનો જથ્થો હોવાનું પોલીસનું અનુમાન છે અને હાલ સ્ટેટ વિજિલન્સ ટીમની રેડ ની કાર્યવાહી ચાલી રહી છે જોકે આટલી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે સામે આવ્યું નથી તો બીજી બાજુ બુટલેગરો પણ હવે પોલીસથી બચી શહેરમાં શરાબનો જથ્થો ઘૂસાડવા અવનવા પેતરા અપનાવી રહ્યાં છે.

આ પણ વાંચો : અહીં થાય છે બાળમજૂરી : બારડોલી સુગર ફેક્ટરીમાં ઇજાગ્રસ્ત પાંચ પૈકી એક ‘બાળમજૂર’