Not Set/ કુકરદામાં આંબા ફળિયાના કટાયેલા હેન્ડપંપ ઉપર લાકડી બાંધી પાણી ઉલેચતા ગ્રામજનો

સરકાર નલ સે જલ યોજના, ઘરે ઘર પાણી પાણીની સુવિધાઓથી સજ્જ ગામડા બન્યા. આ બધા સૂત્ર નસવાડીના ડુંગર વિસ્તારના ગામડામાં ફક્ત કાગળો પર જોવા મળે છે. નસવાડીના ડુંગર વિસ્તારનું

Gujarat Trending
nal se jal કુકરદામાં આંબા ફળિયાના કટાયેલા હેન્ડપંપ ઉપર લાકડી બાંધી પાણી ઉલેચતા ગ્રામજનો

( ગ્રામજનોની તસવીર)

રીયાજ કુરેશી,છોટાઉદેપુર@ મંતવ્ય ન્યૂઝ

સરકાર નલ સે જલ યોજના, ઘરે ઘર પાણી પાણીની સુવિધાઓથી સજ્જ ગામડા બન્યા. આ બધા સૂત્ર નસવાડીના ડુંગર વિસ્તારના ગામડામાં ફક્ત કાગળો પર જોવા મળે છે. નસવાડીના ડુંગર વિસ્તારનું સોંથી મોટું ગામ કુકરદા છે. આદિવાસી વસ્તી ધરાવતા ગામમાં વર્ષોથી સુવિધાઓનો અભાવ છે. પરંતુ માણસને પ્રાથમિક જરૂરિયાતો મા મીંડું જોવા મળે છે
પાણી ની સુવિધાઓ માટે પણ હવે ગ્રામજનોએ મેહનત કરવી પડે છે.

કુકરદા ગામે આંબાફળીયામાં આવેલ હેન્ડપંપનું ઉપરનું હેન્ડલ કાટ ખાઈ સડી ગયેલ હોઇ તે કેટલાય મહિનાથી તૂટી ગયા બાદ ગ્રામજનોએ પાણીના પ્રશ્ન સર્જાશે કરી હેન્ડપંપ ઉપર વાંસની લાકડી બાંધી છે. એ લાકડી ગ્રામજનો ઊંચકે એટલે પાણી હેન્ડપંપમાંથી નીકળે છે અને એ પાણીનો ઉપયોગ પશુ તેમજ અન્ય કામ માટે કરે છે. સરકાર દ્વારા વર્ષે કરોડો રૂપિયા વિકાસના કામ માટે ફાળવવા મા આવે છે પરંતુ આ રીતે હેન્ડપંપ પર લાકડી બાંધી પાણી ઉલેચવા ગ્રામજનો મજબૂર બન્યા છે તો શું તંત્ર ધ્યાન આપતું નથી.

જે તે વિભાગ સત્વરે હેન્ડપંપ રિપેર કરે તેવી ગ્રામજનો દ્વારા માગ કરવામાં આવી

ગ્રામ પંચાયતમાં પણ લાખ્ખો રૂપિયા ગ્રાન્ટ આવે છે તો પ્રજાલક્ષી સુવિધાઓ માટે ગ્રામજનો ક્યાર સુધી આ રીતે ઝઝૂમતા રહેશે. ગામના ગુલાબભાઈ ભીલના જણાવ્યા મુજબ લાકડું બાંધી પાણી કાઢીએ છે. ત્યારે કુકરદા ગામે તંત્ર પહોંચી ગ્રામજનો માટેનો હેન્ડપંપ રિપેર કરે તેવી માંગ ઉઠી છે. ગામડામાં અધિકારી કર્મચારી જતા હોય તો જ આ પ્રશ્ન હલ થાય તેમ લાગી રહ્યું છે.

majboor str 23 કુકરદામાં આંબા ફળિયાના કટાયેલા હેન્ડપંપ ઉપર લાકડી બાંધી પાણી ઉલેચતા ગ્રામજનો