Parish Olymic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024 બાદ ભારતીય ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટે સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં કેસ દાખલ કર્યો હતો. તેની સુનાવણી થઈ ચૂકી છે, પરંતુ ચુકાદો આપવાની તારીખ સતત ટળી રહી હતી.
પરંતુ હવે આ મામલે નિર્ણય બુધવારે (14 ઓગસ્ટ) આવ્યો છે. CASએ વિનેશ ની અપીલ ફગાવી દીધી છે. મતલબ કે હવે તેને સિલ્વર મેડલ નહીં મળે. તમને જણાવી દઈએ કે પહેલા આ મામલામાં નિર્ણય 13 ઓગસ્ટે આવવાનો હતો, પરંતુ સમાચાર આવ્યા કે નિર્ણયની તારીખ વધારીને 16 ઓગસ્ટ કરવામાં આવી છે. પરંતુ હવે તે પહેલા જ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં સત્તાપલટાનું કારણ ખાડીનો સેન્ટ માર્ટિન ટાપુ, અમેરિકાની દ્વીપ પર નજર શેખ હસીનાનો દાવો
આ પણ વાંચો: ઇરાન હમાસ નેતા ઇસ્માઈલ હાનિયાની હત્યાનો બદલો લેવા ઇઝરાયેલ પર કરી શકે છે મોટો હુમલો