Not Set/ સ્વચ્છતા બાબતે અમદાવાદ રેલ્વે સ્ટેશન દેશમાં 202માં ક્રમે, તો ગ્રીન કવરમાં 0 અંક

ગુજરાતમાં વિકાસની વાતો માત્ર હવામાં ઊડતી હોય તેવું લાગી રહ્યું છે. માત્ર હાથમાં ઝાડુ લઈને ફોટા પડાવવાથી રાજ્યમાં સ્વચ્છતા નથી જળવાતી, તેના માટે ઝીરો લેવલ થી  વર્ક આઉટ કરવું પડે અને સૌથી મહત્વની વાત તેને જાળવવું પણ કરવું પડે. પરંતુ આ જાળવણીમાં પણ ગુજરાત સરકાર પાછી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. વાત કરીયે […]

Top Stories Ahmedabad Gujarat

ગુજરાતમાં વિકાસની વાતો માત્ર હવામાં ઊડતી હોય તેવું લાગી રહ્યું છે. માત્ર હાથમાં ઝાડુ લઈને ફોટા પડાવવાથી રાજ્યમાં સ્વચ્છતા નથી જળવાતી, તેના માટે ઝીરો લેવલ થી  વર્ક આઉટ કરવું પડે અને સૌથી મહત્વની વાત તેને જાળવવું પણ કરવું પડે. પરંતુ આ જાળવણીમાં પણ ગુજરાત સરકાર પાછી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

વાત કરીયે ગુજરાતનાં સૌથી મોટા રેલ્વે સ્ટેશન અમદાવાદની તો,  આ પ.રેલ્વેનું બીજા નંબરનું સૌથીવધુ કમાણી કરતું રેલ્વે સ્ટેશન ગણાય છે. પરંતુ કમનસીબી એ છે કે દેશના રેલ્વે સ્ટેશનના સ્વચ્છતા અંગે હાથ ધરાયેલા સરવેમાં ગુજરાતનું એક પણ સ્ટેશન ટોપ 10માં નથી. સ્વચ્છતા કેટેગરીમાં અત્યાર સુધી ટોપ 20મા સ્થાન મેળવનાર અમદાવાદ રેલ્વે સ્ટેશન આ વર્ષે 202 નંબરે ધકેલાયું છે. અગાઉ 2017માં કરાયેલા સર્વે માં અમદાવાદ 7 માં નંબર પર હતું તો 2018ના સર્વે માં 17 માં નંબર પર પહોચ્યું હતો. અને 2019ના સર્વે માં તો સીધું 202ના નબંર પર પહોચી ગયું છે.

રેલવેના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, સ્વચ્છ ભારત, સ્વચ્છ રેલ અભિયાન હેઠળ અમદાવાદ સહિત દેશનાં  એ-1 અને એ કેટેગરીના 407 રેલવે સ્ટેશનો પર ક્વાલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સ્વચ્છતા સરવે કરાયો હતો. પરંતુ આ વખતે સરવે એ-વન અને એ કેટેગરી ઉપરાંત પ્રવાસીઓની વધુ અવરજવર ધરાવતા સ્ટેશનોને પણ સામેલ કરાયા હતા. જેથી કુલ 720 સ્ટેશનો પર સ્વચ્છતા સરવે કરાયો હતો. સરવે દરમિયાન અધિકારીઓ દ્વારા સ્ટેશનના પાર્કિંગ એરિયા, મુખ્ય પ્રવેશ દ્વાર, પ્લેટફોર્મ, સ્ટોલ, ફૂટ ઓવર બ્રિજ, વેઇટિંગ રૂમમાં સફાઈની વિગેરે મુદ્દાને ધ્યાને લેવામાં આવ્યા હતા.

સ્ટેશનો પર પર્યાવરણ જાળવણી માટે ગ્રીન કવર અંગે પણ સરવે કરાયો હતો. જેમાં સ્ટેશન પર પાણીના નિકાલ, લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિગેરે ની ચકાસણી કરવામાં આવી હતી. ગ્રીન કવર બાબતે અમદાવાદ સ્ટેશન ગુજરાતમાં પણ ટોપ 10માંથી બહાર ફેંકાઈ ગયું છે.

દેશભરના રેલવે સ્ટેશનો પર સ્વચ્છતા દેશમાં 16મું સ્થાન મેળવનાર ઉધના ગુજરાતમાં પ્રથમ સ્થાને રહ્યું છે. એજરીતે દેશમાં 18મું સ્થાન મેળવનાર સુરત ગુજરાતમાં બીજા સ્થાને રહ્યું છે. અગાઉ 2017મા યોજાયેલા સરવેમાં અમદાવાદ સ્ટેશન 7માં નંબરે જ્યારે 2018મા 17મા નંબરે હતું. અમદાવાદને ગ્રીન કવર માટે 0, લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે 8.67 સહિત 31.7 અંક મળ્યા છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.