Not Set/ Viral Video/ જૈસી કરની વૈસી ભરની, બકરાને મારતા જાનવરે કર્યો પાછળથી આવો હુમલો, જુઓ

  આજે સોશિયલ મીડિયામાં તમને ઘણા રમૂજી વીડિયો જોવા મળી જશે. તેવો જ એક બકરાનો વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમે હસ્યા વિના રહી નહી શકો. પ્રાણીઓનાં રમૂજી વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોમાં, બકરાએ તેને પડી રહેલી મારનો બદલો લીધો. તેણે પાછળથી માણસની પીઠ પર જોરદાર હુમલો કર્યો હતો. આ […]

Videos
ece47f07f9ff0e968df0276f6bfb5a78 Viral Video/ જૈસી કરની વૈસી ભરની, બકરાને મારતા જાનવરે કર્યો પાછળથી આવો હુમલો, જુઓ

 

આજે સોશિયલ મીડિયામાં તમને ઘણા રમૂજી વીડિયો જોવા મળી જશે. તેવો જ એક બકરાનો વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમે હસ્યા વિના રહી નહી શકો. પ્રાણીઓનાં રમૂજી વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોમાં, બકરાએ તેને પડી રહેલી મારનો બદલો લીધો. તેણે પાછળથી માણસની પીઠ પર જોરદાર હુમલો કર્યો હતો. આ વીડિયોને ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદા દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બકરો ઉભો થાય છે અને વ્યક્તિ તરફ જુએ છે, પછી તે વ્યક્તિ નજીક આવે છે અને તેને પાઇપ વડે મારવાનો પ્રયાસ કરે છે. તે પીછે હઠ કરી અને પોતાને બચાવે છે, પછી ગુસ્સે થયેલા માણસની પાછળ દોડે છે અને કૂદીને તેને પાછળથી ધક્કો મારે છે, જેના કારણે તે પડી જાય છે અને બકરો પાછો ફરી જાય છે.