Cricket/ વિરાટ કોહલી ગુસ્સાથી થયો લાલઘુમ, સિરાજ માટે સ્ટોક્સ સાથે કરી દીધી બબાલ, જુઓ Video

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.

Sports
Mantavya 73 વિરાટ કોહલી ગુસ્સાથી થયો લાલઘુમ, સિરાજ માટે સ્ટોક્સ સાથે કરી દીધી બબાલ, જુઓ Video

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આ નિર્ણાયક મેચમાં, જો રૂટે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, ફરી એકવાર ઈંગ્લેન્ડની શરૂઆતે ત્રીજી ટેસ્ટ મેચની યાદ અપાવી દીધી હતી.

Cricket / ઈંગ્લેન્ડ ટોસ જીત્યા બાદ એકવાર ફરી બેકફૂટ પર, 100 રનની અંદર ગુમાવી 4 વિકેટ

ટીમ ઈન્ડિયાનાં સ્પિન બોલર અક્ષર પટેલે પોતાના ફોર્મને યથાવત રાખતા આ મેચમાં એકવાર ફરી ઈંગ્લેન્ડની ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. તેણે ફટાફટ બે વિકેટ ઝડપી લીધી હતી. જો કે આ મેચમાં ફરી એકવાર તણાવનો માહોલ જોવા મળ્યો હતો અને આ વખતે ફરી આ મેચમાં ભારતનાં કેપ્ટન વિરાટ કોહલી અને ઈંગ્લેન્ડનાં બેન સ્ટોક્સ વચ્ચે આ બોલાચાલી જોવા મળી હતી. બંને ખેલાડીઓ વચ્ચે આ ઘટના 13 મી ઓવર દરમિયાન જોવા મળી હતી.

https://twitter.com/ChloeAmandaB/status/1367343160708370439?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1367343160708370439%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.cricketnmore.com%2Fcricket-news%2Fvirat-kohli-and-ben-stokes-involved-in-heating-exchange-of-words-in-4th-test-video-72350

Cricket / ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

આપને જણાવી દઇએ કે, ઈંનિંગ્સની 13 મી ઓવર પૂરી થયા પછી, ડ્રિંક બ્રેક આવી ગયો હતો અને તે જ સમયે મેદાન પર કેપ્ટન કોહલી અને સ્ટોક્સ વચ્ચે તણાવ સર્જાયો હતો. આ બંને સ્ટાર ખેલાડીઓ વચ્ચે ચર્ચા એટલી લાંબી ચાલતી રહી કે પાછળથી એમ્પાયરોએ દખલ કરી મામલો શાંત પાડવો પડ્યો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ