IPL 2021/ વિરાટ કોહલી ચાલુ IPL માં છોડી શકે છે RCB ની કેપ્ટનશીપ

ભારતનાં એક પૂર્વ ક્રિકેટરે નામ ન આપવાની શરતે IANS ને કહ્યું કે, એવું લાગે છે કે કોહલીને “વચ્ચે” પડતો મૂકવામાં આવી શકે છે.

Sports
11 134 વિરાટ કોહલી ચાલુ IPL માં છોડી શકે છે RCB ની કેપ્ટનશીપ

વિરાટ કોહલીએ IPL 2021 પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડવાનું નક્કી કરી લીધુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, UAE માં ચાલી રહેલી સીઝનનાં મધ્યમાં તેને પોતાના પદ પરથી હટવું પડી શકે છે.

11 135 વિરાટ કોહલી ચાલુ IPL માં છોડી શકે છે RCB ની કેપ્ટનશીપ

આ પણ વાંચો – RR vs PBKS / કાર્તિક ત્યાગીએ અંતિમ ઓવરમાં કરી બતાવ્યો કમાલ, જુઓ આ નિર્ણાયક ઓવર

વિરાટ કોહલીની આગેવાનીવાળી RCB ને IPL 2021 નાં ​​બીજા ભાગની પોતાની પ્રથમ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. KKR સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ માત્ર 92 રનમાં સમેટાઈ ગઈ હતી. IPL માં RCB નો આ છઠ્ઠો સૌથી ઓછો સ્કોર હતો. ટીમને 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક ક્રિકેટરોએ એમ પણ કહ્યું કે, કોહલીની અચાનક જાહેરાતથી ટીમ વિખરાઇ ગઈ હતી. ભારતનાં એક પૂર્વ ક્રિકેટરે નામ ન આપવાની શરતે IANS ને કહ્યું કે, એવું લાગે છે કે કોહલીને “વચ્ચે” પડતો મૂકવામાં આવી શકે છે. ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું, “જે રીતે તે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમ્યો હતો. એવું લાગે છે કે તે અત્યારે સંઘર્ષ કરી રહ્યો છે. એવી સંભાવના છે કે તેઓ સીઝનની મધ્યમાં જ ટીમથી દૂર થઈ શકે છે. ભૂતકાળમાં અન્ય ટીમો સાથે પણ આવું થયું છે. KKR માં દિનેશ કાર્તિક અને સનરાઇઝર્સ હૈદરાબાદમાં ડેવિડ વોર્નરને કેપ્ટન પદ છોડવું પડ્યું હતુ. તેઓને કાઢી નાખવામાં આવ્યા હતા અથવા તેઓ જાતે જ પરત ખેંચાયા હતા. હવે આવુ RCB માં પણ થઇ શકે છે. એક વધુ ખરાબ રમત અને તમે તુરંત જ RCB ની કેપ્ટનશિપમાં ફેરફાર જોઈ શકો છો.”

11 136 વિરાટ કોહલી ચાલુ IPL માં છોડી શકે છે RCB ની કેપ્ટનશીપ

આ પણ વાંચો – RR vs PBKS / શરમજનક હાર બાદ કેએલ રાહુલે કહ્યુ- ખેલાડીઓ હજુ પણ ભૂતકાળની ભૂલોમાંથી શીખ્યા નથી

મુખ્ય કોચ અને ક્રિકેટનાં ડિરેક્ટર માઇક હસન પણ વિરાટ કોહલીનાં અબુધાબીમાં મુશ્કેલ વિકેટ પર પ્રથમ બેટિંગ કરવાના નિર્ણયથી ખુશ નહોતા. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, પહેલા બેટિંગ કરવાનો નિર્ણય ખોટો હતો. વિરાટની જગ્યાએ વરિષ્ઠ ખેલાડી એબી ડી વિલિયર્સ ટીમની કમાન સંભાળી શકે છે. તેનું ટીમમાં ઘણું સન્માન છે. પરંતુ એવી પણ સંભાવના છે કે તે ઓફર સ્વીકારી ન શકે.