ગુજરાત/ મતદાર યાદી સુધારણા મહાઅભિયાન, 14 થી 28 નવેમ્બર સુધી અભિયાન

યુવા મતદારો 1 જાન્યુઆરી 2022ના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો મતદાર તરીકે નામ નોંઘણી કરી શકશે. તેમજ એડ્રેસ બદલવું હોય તો પણ બદલાવી શકાશે.

Gujarat Others Trending

સ્થાનિક ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી મતદાન યાદી સુધારણા કાર્યક્રમ 2022 શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદીમાં નામ એડ, નામ કમી એડ્રેલ બદલવા માગતા હોય તો મતદારો સુધારો કરી શકેશે જેને લઈને 28 નવેમ્બરના રોજથી સુધારણા યાદીનું મહાઅભિયાન ચાલશે.

  • મતદાર યાદીનું મહાઅભિયાન
  • મતદાન યાદીમાં સુધારણા કરવા શાળાઓ રખાશે ખુલ્લી
  • DEO કચેરી દ્વારા અપાઈ સૂચના
  • 4 દિવસ શાળાઓ ખુલ્લી રાખવા આદેશ

કોરોના કાળ અને દિવાળી વેકેશનને લઈને રાજ્યની તમામ શાળાઓ હાલ બંઘ છે. ત્યારે મતદાન યાદી સુધારણાનો લાભ લોકો વધુ ઝડપથી અને સરળ રીતે લઈ શકે તે માટે શિક્ષણ વિભાગે દર વખતની જેમ આ વખતે પણ સ્કુલો ખુલ્લી રાખવા આદેશ કર્યો છે. જેને લઈને 14,21,27 અને 28મી નવેમ્બરે શાળાઓ ચાલુ રહેશે. જેમાં શાળામાં ફાળવાયેલા બુથો પર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થશે. સ્કૂલોના બુથ પર હક, દાવાઓ અને વાંઘા અરજી સ્વીકારશે તેવી સૂચના પણ DEO કચેરી દ્વારા સંબંધિત શાળાઓને અપાઈ છે.

યુવા મતદારો 1 જાન્યુઆરી 2022ના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો મતદાર તરીકે નામ નોંઘણી કરી શકશે. તેમજ એડ્રેસ બદલવું હોય તો પણ બદલાવી શકાશે. અને ઓળખપત્રમાં પણ કોઈ પ્રકારની ભુલ હોય તો પણ સુધારી શકાશે. ત્યારે આ સુધારા માટે 14, 21,27, અને 28 નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશ રાખવામાં આવી છે. વિસ્તારમાં મતદાન  મથક પર બી.એલ.ઓનો સંપર્ક કરી મતદાન યાદીમાં નામ એડ અથવા તો કોઈ સુધારો કરવાનો હશે તો કરી શક્શે. મુખ્ય નિર્વાચન અધિકારી અને NCCના સંયુકત ઉપક્રમે યુવા મતદાન નોંધણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

OMG! / આ તારીખે જોવા મળશે સદીનું સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ, જાણો ક્યા દેખાશે

ત્રિપુરા / આવાસ યોજનાના લાભાર્થીઓને મળી PMની ભેટ, બેંક ખાતામાં 700 કરોડ ટ્રાન્સફર કરાયા