- આજે ગ્રામ પંચાયતની ચૂંટણી
- સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ
- લોકશાહીનાં પર્વ ગ્રામ પંચાયતની ચૂંટણી
- રાજ્ય ચૂંટણીપંચની તૈયારીઓ સંપન્ન
- 23 હજાર 112 મતદાન મથકો પર મતદાન
- સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન
- 8 હજાર 690 ગ્રામ પંચાયતમાં થશે મતદાન
- 1 કરોડ 81 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
- 21 ડિસેમ્બરે હાથ ધરાશે મતગણતરી
રાજ્યની કુલ 8 હજાર 690 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોતાના સમર્થકોને જીતાડવા માટે ભાજપ અને કોંગ્રેસ પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. વળી આ ચૂંટણીને વિધાનસભા ચૂંટણી પહેલા આ ટ્રેલર માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો – BWF World Championships 2021 / કિદામ્બી શ્રીકાંતે ભારતના જ લક્ષ્ય સેનને સેમીફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પહોંચી રચ્યો ઇતિહાસ
આપને જણાવી દઇએ કે, ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણીપંચએ પૂરી તૈયારીઓ સંપન્ન કરી દીધી છે. આજે (રવિવાર) સવારે સાત વાગ્યાથી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયુ છે. જણાવી દઇએ કે, નવેમ્બરમાં કુલ 10 હજાર 897 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઇ હતી. જે પૈકી 1 હજાર 167 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઇ છે. 8 હજારથી વધુ ગામડાઓમાં પોતાના સમર્થકોને જીતાડવા માટે ભાજપ અને કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામજનો જે પ્રકારે મતદાન કરશે તેની અસર વિધાનસભાની ચૂંટણીમાં થઇ શકે છે. આથી ગ્રામ પંચાયતોની ચૂંટણી એ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીનું ટ્રેલર માનવામાં આવી રહ્યું છે. જણાવી દઇએ કે, ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 23 હજાર 112 મતદાન મથકો પર મતદાન શરૂ થઇ ગયુ છે. આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલુ મતદાન સાંજે 6 વાગ્યા સુધી થશે. અંદાજે 1 કરોડ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વળી જો મતગણતરીની વાત કરીએ તો 21 ડિસેમ્બરનાં રોજ આ કાર્ય હાથ ધરાશે.
આ પણ વાંચો – લોકડાઉન / કોરોનાના કેસ વધતાં ડચમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન,PM માર્ક રૂટે કરી સત્તાવાર જાહેરાત
ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં ઘણા ગામડાઓમાં આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે ત્યારે તેનો રોષ માત્ર ગ્રામ પંચાયતની ચૂંટણી જ નહીં પરંતુ વિધાનસભાની ચૂંટણી પર પણ જોવા મળશે તે નક્કી છે. આ રોષને ખાળવા માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના સમર્થકોની તરફેણમાં મતદાતાઓ રહે એ માટે છેલ્લી ઘડી સુધીનાં પ્રયાસો કરતા જોવા મળ્યા હતા.
