Tapi News/ તાપીના વ્યારામાં મજૂરોથી ભરેલો પિકઅપ ટેમ્પો પલટ્યો, 3નાં મોત! 5 શ્રમિકો ઘાયલ, મૃતકોનાં નામ આવ્યાં સામે

Vyara Accident: તાપીના વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાં પિકઅપ ટેમ્પો પલટી જતાં ત્રણ શ્રમિકોનાં મોત થયાં છે અને પાંચ ઇજાગ્રસ્ત થયા છે. મૃતકો અને ઘાયલોનાં નામ સામે આવ્યાં છે.

Top Stories Gujarat Others
Vyara Accident: તાપીના વ્યારામાં પિકઅપ ટેમ્પો પલટતાં 3 શ્રમિકોનાં મોત, 5 ઘાયલ

Tapi News: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાં ખેતમજૂરોથી ભરેલો પિકઅપ ટેમ્પો પલટી જતાં ગંભીર અકસ્માત (Vyara Accident) સર્જાયો હતો. ખેતરમાં ડાંગર કાપવાની મજૂરી માટે જઈ રહેલા શ્રમિકો અકસ્માતનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ શ્રમિકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે પાંચ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે વ્યારાની યુએનએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Vyara Accident: સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેમ્પો પલટી ગયો

પ્રાપ્ત વિગતો અનુસાર, આશરે 10 શ્રમિકો પિકઅપ ટેમ્પો (Pickup Tempo Accident)માં સવાર થઈને સવારે ખેતરમાં ડાંગર કાપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન કટાસવાણ ગામ (Katasvan Village)ની સીમમાંથી પસાર થતી વખતે ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે ટેમ્પો રસ્તા પર પલટી ખાઈ ગયો હતો. અકસ્માત થતાં જ વાહનમાં સવાર શ્રમિકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

Vyara Accident: તાપીના વ્યારામાં પિકઅપ ટેમ્પો પલટતાં 3 શ્રમિકોનાં મોત, 5 ઘાયલ
Vyara Accident: તાપીના વ્યારામાં પિકઅપ ટેમ્પો પલટતાં 3 શ્રમિકોનાં મોત, 5 ઘાયલ

બે મહિલા અને એક પુરુષનાં મોત

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિકોની ઓળખ સામે આવી છે. જેમાં ગંગાબેન શુકરભાઈ ગામીત (ઉં.વ. 60), સીતાબેન મંગળભાઈ ગામીત (ઉં.વ. 58) અને અરવિંદ માલતીલાલ ગામીત (ઉં.વ. 51)નો સમાવેશ થાય છે. ત્રણેય નવી વસાહત, કાનપુરા, વ્યારાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું (Gujarat Accident News) છે.

Vyara Accident: તાપીના વ્યારામાં પિકઅપ ટેમ્પો પલટતાં 3 શ્રમિકોનાં મોત, 5 ઘાયલ
Vyara Accident: તાપીના વ્યારામાં પિકઅપ ટેમ્પો પલટતાં 3 શ્રમિકોનાં મોત, 5 ઘાયલ

પાંચ શ્રમિકોને ઇજાઓ, હોસ્પિટલમાં સારવાર

અકસમાતમાં પાંચ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં મંજુબેન મનીષભાઈ કાંકણી (ઉં.વ. 30)ને પીઠના ભાગે ગંભીર ઇજા થઈ છે. સીતાબેન છનાભાઈ રાઠોડ (ઉં.વ. 60)ને માથામાં ઇજા પહોંચી છે. ટીણા અરવિંદભાઈ રાઠોડ (ઉં.વ. 70)ને જમણા હાથ અને માથામાં ઇજા થઈ છે.

Vyara Accident: તાપીના વ્યારામાં પિકઅપ ટેમ્પો પલટતાં 3 શ્રમિકોનાં મોત, 5 ઘાયલ
Vyara Accident: તાપીના વ્યારામાં પિકઅપ ટેમ્પો પલટતાં 3 શ્રમિકોનાં મોત, 5 ઘાયલ

આ ઉપરાંત છનાભાઈ કીણાભાઈ રાઠોડ (ઉં.વ. 65)ને માથામાં ઇજા અને જમણા હાથમાં ફ્રેક્ચર થયું છે. જ્યારે અંબીબેન રમણભાઈ ચૌધરી (ઉં.વ. 65)ને કપાળની જમણી બાજુ ઇજા થઈ છે અને દાંતથી જીભ કપાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Vyara Accident: તાપીના વ્યારામાં પિકઅપ ટેમ્પો પલટતાં 3 શ્રમિકોનાં મોત, 5 ઘાયલ
Vyara Accident: તાપીના વ્યારામાં પિકઅપ ટેમ્પો પલટતાં 3 શ્રમિકોનાં મોત, 5 ઘાયલ

વ્યારા પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં વ્યારા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે ટેમ્પો ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો: અમદાવાદ ફોર્ચ્યુનર અકસ્માતમાં નવો ખુલાસો: વિરલ સાથે કારમાં મિત્ર પણ હતો, અકસ્માત બાદ ભાગ્યો

આ પણ વાંચો: રાજકોટના બેડી ચોકડી પાસે એકસાથે છ ટ્રકો વચ્ચે સર્જાયો અકસ્માત, અફરાતફરીનો માહોલ, વિસ્તારમાં ચકચાર

આ પણ વાંચો: હની સિંહના ભત્રીજાનું અકસ્માતમાં મોત, પરિવારમાં શોક