Not Set/ મચ્છરોથી છુટકારો મેળવવો છે? તો અપનાવો આ ઘરેલું નુસખાઓ

મચ્છરોનું કરડવાથી મલેરિયા થવો સામાન્ય વાત છે.જે ખૂબ ગંભીર બીમારી થઇ શકે છે. જો આ બીમારીનો યોગ્ય સમયે ઇલાજ કરવામાં ન આવે તો દર્દીનો જીવ પણ જઇ શકે છે. જેથી તમે તમારા ઘરની આસપાસની જગ્યાને સાફ રાખો અને પાણી એકઠું ન થવા દો. કારણકે તેના કારણે મચ્છરો થવા લાગે છે. જો તમે પણ મચ્છરોને દૂર […]

Health & Fitness

મચ્છરોનું કરડવાથી મલેરિયા થવો સામાન્ય વાત છે.જે ખૂબ ગંભીર બીમારી થઇ શકે છે. જો આ બીમારીનો યોગ્ય સમયે ઇલાજ કરવામાં ન આવે તો દર્દીનો જીવ પણ જઇ શકે છે. જેથી તમે તમારા ઘરની આસપાસની જગ્યાને સાફ રાખો અને પાણી એકઠું ન થવા દો. કારણકે તેના કારણે મચ્છરો થવા લાગે છે. જો તમે પણ મચ્છરોને દૂર કરવા માંગો છો તો આજે અમે તમને કેટલાક ઘરેલું નુસખા જણાવીશું જે મચ્છરને ઘરની બહાર નીકાળશે.

તલનું તેલ

Image result for Sesame oil

તલના તેલથી સહેલાઇથી મચ્છર કરડવાથી દૂર રહે છે. તેનાથી મચ્છર તમારી આસપાસ પણ આવશે નહીં.

નીલગિરી અને લીંબુ તેલ

Related image

લીંબુના તેલમાં નીલગિરીનુ તેલ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો. તેને ત્વચા પર લગાવવાથખી મચ્છર દૂર રહેશે.આ તેલમાં એન્ટીસેપ્ટિક અને કિટ વિકર્ષક ગુણ રહેલા છે. જે શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન કરે છે અને મચ્છર તેનાથી દૂર ભાગે છે.

ટી ટ્રી ઓઇલ

Image result for tea tree oil

આ તેલ ત્વચા અને વાળ માટે ફાયદાકારક હોવાની સાથે મચ્છરોને દૂર ભગાડવામાં માટે ખૂબ અસરકારક સાબિત થયું છે. તેની દુર્ગંધ અને એન્ટિબેક્ટેરિયલ ગુણોના કારણથી તે મચ્છરોને કરડવાથી બચાવે છે અને દૂર કરવામાં મદદ કરે છે.

લવેન્ડર તેલ

Image result for Lavender oil

લવેન્ડર સુગંધી હોવાની સાથે ખતરનાક મચ્છરોથી બચાવવા માટે પણ સારો ઉપાય છે. લવેન્ડર ફુલની સુગંધ મચ્છરને દૂર રાખે છે. તમે ઇચ્છો તો લવેન્ડર તેલને રૂમમાં પ્રાકૃતિક ફ્રેશનર તરીકે પણ છાંટી શકો છો. જેનાથી મચ્છર દૂર ભાગી જશે. તમે ઇચ્છો તો ક્રીમમાં આ તેલ મિકસ કરીને તમારી ત્વચા પર પણ લગાવી શકો છો.

લીમડાનું તેલ

Image result for Lemon oil

લીમડાના તેલને મચ્છર નાશક પણ કહેવામાં આવે છે. એક શોધ અનુસાર નારિયેળ તેલ અને લીમડાના તેલથી બનાવવામાં આવેલું મિશ્રણ ત્વચા પર લગાવવાથી મચ્છર તમારી આસપાસ પણ નહીં આે. આ નુસખો ઓછામાં ઓછા 8 કલાક તેની અસર બતાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.