Beauty Tips/ તમારા ચહેરાને બનવા માંગો છો સુંદર અને ચમકતો? તો લગાવો આ ખાસ ફેસપેક

ટામેટું તેના માટે અકસીર ઉપાય બની શકે છે. પહેલાનાં જમાનામાં લોકો પ્રાકૃતિક ચીજોનો ઉપયોગ કરીને ચહેરાને નીખારતા હતા, જેનાથી તેમની ત્વચા હંમેશા સ્વસ્થ રહેતી હતી.

Lifestyle
ફેસપેક

શું તમને કેટલાક દિવસોથી લાગી રહ્યું છે કે, તમારી ત્વચા સુકી, બેજાન અને થાકેલી દેખાઈ રહી છે. ભલે તમે ગમે તેટલી બજારુ ક્રીમ લગાવી લો, પરંતુ તો પણ ત્વચા નિસ્તેજ જ દેખાય છે તો ટામેટું તેના માટે અકસીર ઉપાય બની શકે છે. પહેલાનાં જમાનામાં લોકો પ્રાકૃતિક ચીજોનો ઉપયોગ કરીને ચહેરાને નીખારતા હતા, જેનાથી તેમની ત્વચા હંમેશા સ્વસ્થ રહેતી હતી. ચાલો જાણીએ કે, આ ફેસપેક ને બનાવવા માટે શું કરવું જોઈએ.

આ પણ વાંચો :જો તમારે બ્રેઈન સ્ટ્રોકથી બચવું હોય તો તરત જ આ વસ્તુથી દૂર રહો ..

સામગ્રી

2 ચમચી ચંદન
1 ચમચી ટામેટાનો રસ
1 ચમચી ગુલાબજળ

બનાવવાની રીત

એક બાઉલમાં બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. પેસ્ટ બની જાય પછી તેને ચહેરા પર લગાવો. 15-20 મિનીટ સુધી તેને ચહેરા પર લગાવેલું રહેવા દો. સુકાઈ જાય પછી તેને ઠંડા પાણી વડે ધોઈ લો. નિયમિત રૂપથી આ Face Pack નો ઉપયોગ કરવાથી તમારો ચહેરો બેડાઘ, ગોરો અને સુંદર બની જશે. આવો જોઈએ તેનાથી થતા ફાયદા વિશે…

a 515 તમારા ચહેરાને બનવા માંગો છો સુંદર અને ચમકતો? તો લગાવો આ ખાસ ફેસપેક

ટમેટામાં ટેનીન નામનું તત્વ હોય છે જે ચહેરા પરનું ટેનિંગ દૂર કરે છે અને ચહેરા ને ગોરાપણુ પ્રદાન કરે છે. તે સાથે ચંદન પાઉડર ચહેરા પરથી ડાઘ ઘ્બ્બા દૂર કરવા માટે કામ કરે છે. ટમેટું અને ચંદન પાઉડર ભેળવીને લગાવવાથી ત્વચાની અંદર મળી આવતા મીલેનીન પિગમેન્ટેશન લેવલ ઓછું છે. જેનાથી ચહેરો ગોરો બનાવે છે. ટમેટાના રસમાં મળી આવતા વિટામીન સી અને ચંદન પાઉડરમાં એંટીબેક્ટેરિયલ ગુણ, બંને જ મળીને ખીલ પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે. તેનાથી ત્વચા એકદમ સાફ બની જાય છે.

આ પણ વાંચો : માખણને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે અજમાવો આ ટીપ્સ ….

a 516 તમારા ચહેરાને બનવા માંગો છો સુંદર અને ચમકતો? તો લગાવો આ ખાસ ફેસપેક

ટમેટું અને ચંદનના પાઉડરનું મિશ્રણ લગાવવાથી ત્વચામાં કોલાજેનનું પ્રોડક્શન વધે છે, જેનાથી નવી કોશિકાઓ બને છે અને કસમએ પડતી કરચલીઓ દૂર થાય છે. ટમેટાની પેસ્ટમાં એક ચમચી મુલતાની માટીમાં ભેળવો અને આ પેસ્ટને ચહેરા પર લગાવીને ૧૫-૨૦ મિનીટ સુધી રહેવા દો. પછી પાણી વડે ચહેરો ધોઈ લો.

આ પણ વાંચો :દિવાળીમાં ઘરે જ કરો આ રીતે ફેશિયલ, ચહેરા પર આવશે એવો શાનદાર ગ્લો કે નહીં જવું પડે પાર્લર

આ પણ વાંચો :જૂની પરંપરાઃ સંસ્કૃતિની સાથે સેલિબ્રેશન..

આ પણ વાંચો :દિવાળી પર પ્રિયજનોને આપવા માટે છે આ 6 ગિફ્ટ ઓપશન્સ