vladimir putin/ વ્લાદિમીર પુતિન સામે વોરંટ, યુક્રેનથી બાળકો ખસેડવાનો આરોપ

ICC એટલેકે ઇન્ટર નેશનલ ક્રિમિનલ કોર્ટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન સામે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે. પરંતુ આ વોરંટથી શું પુતિનની ધરપકડ થશે? પુતિન પર શું સમસ્યાઓ આવશે? આવા…

Mantavya Exclusive
Warrant against Vladimir

Warrant against Vladimir: ICC એટલેકે ઇન્ટર નેશનલ ક્રિમિનલ કોર્ટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન સામે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે. પરંતુ આ વોરંટથી શું પુતિનની ધરપકડ થશે? પુતિન પર શું સમસ્યાઓ આવશે? આવા સવાલોના જવાબો મેળવવા માટે જુઓ આજનું આ મંતવ્ય વિશેષ…

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે યુક્રેનિયન બાળકોના દેશનિકાલ સહિત યુદ્ધ અપરાધો માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. કોર્ટે, પુતિન પર યુદ્ધ અપરાધ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે રશિયન રાષ્ટ્રપતિ પર યુક્રેનિયન બાળકોને બળજબરીથી ગેરકાયદેસર રીતે રશિયા લઈ જવાનો પણ આરોપ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ ગુનાઓ 24 ફેબ્રુઆરી, 2022 થી કરવામાં આવી રહ્યા છે, જ્યારે રશિયાએ યુક્રેનમાં સંપૂર્ણ રીતે ઘૂસણખોરી કરવાનું શરૂ કર્યું હતું. જોકે, મોસ્કોએ ઘૂસણખોરી સહિતના તમામ યુદ્ધ અપરાધના આરોપોને ફગાવી દીધા છે.

ICCએ પુતિન પર બાળકોના દેશનિકાલમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો છે, અને કહ્યું છે કે, તેની પાસે એવું માનવા માટે વાજબી આધાર છે કે, તેણે આ હરકતો સીધી કરી છે, તેમજ તે કરવામાં અન્ય લોકોને મદદ કરી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, રશિયન રાષ્ટ્રપતિ અન્ય લોકોને બાળકોને દેશનિકાલ કરતા અટકાવવા માટે તેમની સત્તાનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યા હતા બાળકોના અધિકાર માટે રશિયાના કમિશનર મારિયા લ્વોવા-બેલોવાને પણ ICC દ્વારા વોન્ટેડ જાહેર કર્યો છે. પુતિન અને લ્વોવા-બેલોવા વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યા હોવા છતાં, ICC પાસે શંકાસ્પદ લોકોની ધરપકડ કરવાની કોઈ સત્તા નથી, અને તે માત્ર એવા દેશોમાં જ અધિકારક્ષેત્રનો ઉપયોગ કરી શકે છે જેમણે કોર્ટની સ્થાપના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

પુતિનની ધરપકડ કરવામાં ICCની સામે સૌથી મોટી સમસ્યા એ છે કે અમેરિકા અને ચીનની જેમ રશિયા પણ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો ભાગ નથી. ICC પુતિનને દોષિત ઠેરવવામાં સક્ષમ હતું કારણ કે યુક્રેન પોતે ICCનું સભ્ય ન હોવા છતાં યુક્રેન તેના અધિકારક્ષેત્રને સ્વીકારે છે. બીજું, રશિયાએ 2016માં ICC સંધિમાંથી ખસી ગયું અને વોરંટને પાયાવિહોણું ગણાવ્યું. રશિયાએ કહ્યું કે વ્લાદિમીર પુતિન વિરુદ્ધ આ નિર્ણય નજીવો છે. રશિયાએ કહ્યું કે અમને આંતરરાષ્ટ્રીય કાયદો લાગુ પડતો નથી અને અમે આ વોરંટને રદબાતલ માનીએ છીએ.

ICC પાસે હવે પુતિનની ધરપકડ કરવા માટે વધુ બે મુશ્કેલ માર્ગ છે. વાસ્તવમાં, ICC પાસે પોલીસ દળના અભાવને કારણે, તે તેના સભ્ય દેશો પર નિર્ભર છે. તેથી હવે ICC પુતિનનું પ્રત્યાર્પણ કરી શકે છે અથવા તો રશિયાની બહાર કોઈ અન્ય દેશમાં પુતિનની ધરપકડ કરી શકે છે. રશિયન રાષ્ટ્રપતિ પર આ વોરંટની એક અસર એ થઈ શકે છે કે ICC તેના 123 સભ્ય દેશોને તેમની ધરપકડ કરવા કહેશે. જેના કારણે પુતિનના વિદેશ પ્રવાસો પર અસર પડી શકે છે. જોકે, ફરિયાદી કરીમ ખાને કહ્યું કે એવું નથી કે ICCના સભ્ય દેશો તરત જ તેના દબાણને વશ થઈ જાય. તેમણે કહ્યું કે આ પહેલા પણ ઘણા લોકો સામે વોરંટ જારી કરવામાં આવ્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ICC એરેસ્ટ વોરંટ પર ચીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ તાજેતરમાં જારી કરાયેલ ICC ધરપકડ વોરંટ સામે વાંધો ઉઠાવ્યો છે. મુલાકાત લેતા રશિયન રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે “બેવડા ધોરણો” ટાળવા જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ રાજ્યના વડાઓની પ્રતિરક્ષાનો આદર કરવો જોઈએ. યુક્રેન યુદ્ધમાં રશિયાની મદદ કરવાના આરોપને લઈને આજે ચીને અમેરિકા પર નિશાન સાધ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ચીન યુક્રેન યુદ્ધમાં રશિયાની કોઈ પણ રીતે મદદ નથી કરી રહ્યું. ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે યુક્રેનને યુદ્ધને વેગ આપવા માટે અમેરિકા જ મદદ કરી રહ્યું છે.

ભારત હાલમાં G20 અને SCOનું એક વર્ષનું પ્રમુખપદ ધરાવે છે. એટલે આ વર્ષને અંતે એટલે કે ૨૦૨૩ના અંતમાં ભારત દ્વારા G20 અને SCO સમિટનું આયોજન થશે.પરંતુ  ભારત ICCનું સભ્ય દેશ નથી અને તેણે ક્યારેય તેની મુખ્ય સંધિ ‘રોમ સ્ટેચ્યુટ’ પર હસ્તાક્ષર કર્યા નથી. તેથી પુતિન તેમાં ભાગ લઈ શકશે. ભારતે ભૂતકાળમાં પણ  એવા વ્યક્તિઓની યજમાની કરી છે જેમણે ICC તરફથી કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હોય. જેમકે  2015 માં, સુદાનના તત્કાલિન રાષ્ટ્રપતિ ઓમર હસન અલ-બશીરની ભારત-આફ્રિકા સમિટ માટે નવી દિલ્હીની મુલાકાત પહેલાં, ICCએ ભારતને કહ્યું હતું કે આફ્રિકન નેતાની ધરપકડ કરો અને તેને આંતરરાષ્ટ્રીય અધિકારીઓને સોંપો.

2009 અને 2010 માં, ICC એ બશીર માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું, જેઓ સુદાનના પશ્ચિમ ડાર્ફુર પ્રદેશમાં કથિત રીતે નરસંહાર અને યુદ્ધ અપરાધો માટે જવાબદાર હતા. ભારતથી વિપરીત, દક્ષિણ આફ્રિકાએ પુટિન વિરુદ્ધ તાજેતરના ICC વોરંટને ધ્યાનમાં લેવું પડશે કારણ કે તે ઓગસ્ટ 2023 ના અંતમાં BRICS સમિટની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે.  બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.

હેગ, નેધરલેન્ડમાં સ્થિત, ICC એ 123 સભ્ય દેશો સાથેનું આંતર-સરકારી સંગઠન છે. તે એક ટ્રિબ્યુનલ છે જે નરસંહાર, યુદ્ધ અપરાધો, માનવતા વિરુદ્ધના ગુનાઓ અને આક્રમણના ગુનાઓમાં વ્યક્તિઓની તપાસ કરે છે અને આરોપ મૂકે છે. સભ્ય દેશો ICC ની સ્થાપના સંધિ – ‘રોમ સ્ટેચ્યુટ’ હેઠળ બંધાયેલા છે. જો કે, ભારત, ચીન, રશિયા અને યુએસ સહિત ડઝનબંધ દેશો ICCના સભ્ય નથી. રોમ કાનૂન જુલાઈ 1998 માં અપનાવવામાં આવ્યો હતો અને જુલાઈ 2002 માં અમલમાં આવ્યો હતો. રોમ કાનૂન મુજબ, આંતરરાષ્ટ્રીય ગુનાઓ માટે જવાબદાર લોકો પર તેના ફોજદારી અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવાની દરેક રાજ્યની ફરજ છે. સંધિ એ પણ ઉલ્લેખ કરે છે કે ટ્રિબ્યુનલ માત્ર ત્યારે જ હસ્તક્ષેપ કરી શકે છે જ્યારે કોઈ રાજ્ય તેની પોતાની તપાસ સાચી રીતે હાથ ધરવા અને ગુનેગારોને ન્યાયના ઠેકાણે લાવવા માટે “અસક્ષમ અથવા અનિચ્છા” હોય.

આ પણ વાંચો: Khalistan News/ અમૃતપાલ સિંહ ISIની ભાષા કેમ બોલે છે? ટ્રક ડ્રાઈવરમાંથી ખાલિસ્તાની આતંકવાદી બનેલા ‘ભિંડરાવાલે-2’ની