Not Set/ કવિ કુમાર વિશ્વાસ સહિત બે લોકો સામે વોરંટ જારી કરવામાં આવ્યો,જાણો ક્યાં મામલે…

કુમાર વિશ્વાસ અને અજય સિંહ કોર્ટમાં હાજર ન થવાને કારણે જજ પી.કે. જયંતે જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે

India
kumar vishwas કવિ કુમાર વિશ્વાસ સહિત બે લોકો સામે વોરંટ જારી કરવામાં આવ્યો,જાણો ક્યાં મામલે...

ઉત્તરપ્રદેશમાં હાલ બદલાની રાજનીતિ રમાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે સાત વર્ષ જૂના કેસ મામલે કવિ વિશ્વાસ સામે વોરંટ જારી કરવામાં આવ્યો છે,ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના ગૌરીગંજમાં સાત વર્ષ પહેલા સડક પર ટ્રાફિક જામ કરવા અને ચૂંટણીની આચરસંહિતાનો ઉલ્લંઘન મામલામાં પૂર્વ લોકસભા ઉમેદવાર કવિ કુમાર વિશ્વાસ અને તેમના સહયોગી અજય સિંહ સામે સાસંદ અને ધારાસભ્યની વિશે્ષ અદાલતે વોરંટ જારી કર્યો છે.

20 એપ્રિલે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન હંગામો મચાવનાર અમેઠીના અધિક મુખ્ય અધિકારી જગપ્રસાદ મૌર્યની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, કવિ કુમાર વિશ્વાસ હરિકૃષ્ણ, બબલુ તિવારી અને અજય સિંહ સહિત ઘણા લોકો સામે  2014 માંચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કુમાર વિશ્વાસ અને અજય સિંહ કોર્ટમાં હાજર ન થવાને કારણે જજ પી.કે. જયંતે જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે