Not Set/ પં. બંગાળનાં પગલે ડૉક્ટરોની ગુજરાતમાં પણ રાજ્યવ્યાપી હડતાળ, દર્દીઓને હાલાકી

પશ્ચિમ બંગાળમાં છેલ્લા ઘણા દિવસથી દીદી અને ડૉક્ટર આમને- સામને જોવા મળી રહ્યા છે. કોલકતાની સિવિલ હોસ્પીટલમાં ડોક્ટર્સ પર કરવામાં આવેલા હુમલા બાદ ડોક્ટરો દ્રારા હડતાળનું સશ્ત્ર ઉગાવવામાં આવ્યું હતુ. હડતાળ સંકેલી લેવા માટે દીદી દ્રારા ડોક્ટરોને સાવચેત કરવામા આવ્યા, કોર્ટમાં અરજી કરવામા આવી અને કોર્ટે પણ દીદીને ડોક્ટરોને તબડતોબ મનાવી લેવા આદેશ કર્યો. દીદીનાં […]

Top Stories India
doc પં. બંગાળનાં પગલે ડૉક્ટરોની ગુજરાતમાં પણ રાજ્યવ્યાપી હડતાળ, દર્દીઓને હાલાકી

પશ્ચિમ બંગાળમાં છેલ્લા ઘણા દિવસથી દીદી અને ડૉક્ટર આમને- સામને જોવા મળી રહ્યા છે. કોલકતાની સિવિલ હોસ્પીટલમાં ડોક્ટર્સ પર કરવામાં આવેલા હુમલા બાદ ડોક્ટરો દ્રારા હડતાળનું સશ્ત્ર ઉગાવવામાં આવ્યું હતુ. હડતાળ સંકેલી લેવા માટે દીદી દ્રારા ડોક્ટરોને સાવચેત કરવામા આવ્યા, કોર્ટમાં અરજી કરવામા આવી અને કોર્ટે પણ દીદીને ડોક્ટરોને તબડતોબ મનાવી લેવા આદેશ કર્યો. દીદીનાં અકળ વલણથી ડોક્ટરો વધુ અકળાયા અને હડતાળ સંકેલવા માટે 6 શરતો રાખી દીધી છે. ડોક્ટરોનાં સમર્થનમાં જાણીતી હસ્તીઓ પણ આવી છે. ત્યારે કોલકતામાં ડોક્ટરો પર થયેલા ઝુલ્મો મામલે દિલ્હીનાં ડોક્ટરો પણ વિરોધમાં જોડાયા, એમ્સ સહિતનાં ડોક્ટર સંસ્થાને કોલકતા ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે.

પશ્ચિમ બંગાળનાં ડોક્ટરોનાં સમર્થનમાં ગુજરાતનાં ડૉક્ટરો પણ જોડાયા છે અને આજે રાજ્યવ્યાપી હડતાળ આપવામા આવી છે. સૌરાષ્ટ્રનાં 6000થી વધુ ડોકટરો હડતાળ પર ઉતર્યા છે જેમાં રાજકોટના 1650 ડોકટરો આજે હડતાળ પર છે. જો કે સરકારી દવાખાનામાં ઇમરજન્સી સેવા ચાલુ છે. પરંતુ સૌરાષ્ટનાં તમામ ડોક્ટરો, ડૉક્ટરોની સુરક્ષા માટે મજબૂત કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે.

વડોદરામાં ડૉક્ટરોની રાજ્યવ્યાપી હડતાળને પગલે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. SSG હોસ્પિટલના ડૉક્ટરોએ ઓપીડી ચાલુ ન થવા દેતા મામલો ગંભીર બનવા પામ્યો છે. ત્યારે  મધ્યપ્રદેશથી આવેલા દર્દીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. સારવાર વિહોણા દર્દીઓના હોસ્પિટલમાં જ ધામા જોવા મળી રહ્યા છે. ઓપીડી ચલાવવા તંત્રનો આદેશ કરવા છતા, ઓપીડી  શરૂ ન કરી ડોક્ટરો દ્રારા પોતાનો મજબુત વિરોધ નોંધાવવામા આવી રહ્યો છે.

અમદાવાદમાં પણ આવી જ હાલત જોવા મળી રહી છે. GCS હોસ્પિટલમાં ડોકટરોએ હોબાળો મચાવ્યો હતો. પશ્ચિમ બંગાળમાં તબીબ પર હુમલાનો વિરોધ કરી 100 થી વધુ ડોકટરોએ મમતા સરકારની હાય હાય બોલાવી હતી. વી વોન્ટ જસ્ટિસના નારા સાથે હોસ્પિટલનું કમ્પાઉન્ડ ગુંજ્યું હતું.  ડોકટરોની હડતાળના કારણે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે.

રાજ્યવ્યાપી હડતાલમાં સુરતનાં તબીબો પણ જોડાયા અને પોતાનાં કામથી એક દિવસીય અળગા રહી પં.બંગાળની ઘટનાનો વિરોધનો ધાવ્યો હતો. ડોક્ટરોની સુરક્ષાનાં લઇને દેશવ્યાપી હડતાળમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તબીબ સુરક્ષાનાં કાયદામાં ફેરબદલની માંગ સાથે હડતાળ ઉગ્ર બનાવવામા આવી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના પણ તબીબો હડતાળમાં જોડાયા છે. તો સુરતની ખાનગી હોસ્પિટલના તબીબો પણ હડતાળમાં જોડાયા છે. જો કે ડોક્ટર અસોસીએશન દ્રારા  ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે તેવી પણ જાહેરત કરવામા આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.