up electon/ ” જે દાયકોઓથી નથી થયું તે અમે 5 વર્ષમાં કર્યું”: યોગી આદિત્યનાથ

વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીઓ જનતાને રીઝવવામાં વ્યસ્ત છે. આ દરમિયાન, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે, તેમની પાર્ટીએ છેલ્લા પાંચ વર્ષમાં ઘણું કામ કર્યું છે.

India
યોગી

લખનૌઃ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીઓ જનતાને રીઝવવામાં વ્યસ્ત છે. આ દરમિયાન, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે, તેમની પાર્ટીએ છેલ્લા પાંચ વર્ષમાં ઘણું કામ કર્યું છે. ભાજપના પ્રચાર વિડીયોને બહાર પાડતા તેમણે કહ્યું કે, 1947 થી 2017 ની વચ્ચે ઉત્તર પ્રદેશ દેશમાં છઠ્ઠા કે સાતમા ક્રમે હતું, પરંતુ ભાજપ સરકારે અર્થવ્યવસ્થાને બીજા સ્થાને લઈ જવામાં મદદ કરી. તેમણે કહ્યું, “હું એ વાતને ઉજાગર કરવા માંગુ છું કે, જે દાયકાઓમાં નથી થઈ શક્યું તે માત્ર 5 વર્ષમાં થઈ ગયું છે. આજે ભારતમાં યુપી બીજા ક્રમે છે.”

આ પણ વાંચો: રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણોમાં છુટછાટ મળશે, જાહેર થશે નવી ગાઇડલાઇન

ભાજપ સરકારે તેના તમામ મુખ્ય ઉદ્દેશ્યો હાંસલ કર્યા છે અને અત્યંત પ્રામાણિકતા સાથે લોકો પ્રત્યેની પોતાની ફરજ બજાવી હોવાનું જણાવતાં યોગી આદિત્યાનાથે વધુમાં કહ્યું હતું કે, “છેલ્લા બે વર્ષ માત્ર યુપી માટે જ નહીં, પરંતુ કોવિડ-19ને કારણે સમગ્ર વિશ્વ માટે પડકારજનક રહ્યા છે. રોગચાળાને કારણે, આ ખતરો માત્ર જીવન માટે જ નહીં, પણ આજીવિકા માટે પણ હતો, પરંતુ હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છું કે, તેમણે દેશનું નેતૃત્વ કરવા અને આ પડકારમાંથી બહાર લાવવા મદદ કરી “

આ પણ વાંચો:સુરતમાં કોરોનાથી 4 લોકોએ દમ તોડ્યો, જાણો નવા કેટલા કેસ….

આ પણ વાંચો:શિવસેના નેતા સંજ્ય રાઉતે મોદી સરકાર પર કર્યા પ્રહાર,જાણો ચીન-પાકિસ્તાન મામલે શું કહ્યું…