MANTAVYA Vishesh/ મુર્શિદાબાદ હિંસા: ફક્ત હિંદુઓ હતા નિશાન પર, મુસ્લિમોને આંચ પણ નહીં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકારણમાં અને દરેક ક્ષેત્રમાં વંશવાદ અને સગાવાદ સામે રીતસરની ચળવળ આદરી છે તો ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કે તેનાથી ઊંધો ચીલો ચાતરતા હોય તેમ વંશવાદ અને સગાવાદને રીતસરનું પ્રોત્સાહન આપ્યું છે.

Mantavya Vishesh

પશ્ચિમ બંગાળનો મુર્શિદાબાદ જિલ્લો વક્ફ વિરોધી હિંસાના પગલે હિંદુઓ માટે જાણે બાંગ્લાદેશ બન્યો હોય તેવી પરિસ્થિતિ છે. વક્ફ સુધારા કાયદાના વિરોધમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન અહીં ભરપૂરની હિંસા થઈ હતી. આ હિંસાએ સર્જેલા વિનાશના તાદ્રશ્ય ચિતાર હવે આખા ભારતને જોવા મળી રહ્યો છે. રસ્તા પર સળગેલા વાહનો, લૂંટવામાં આવેલા શોપિંગ મોલ, દુકાનો તેનું જીવંત ઉદાહરણ છે. તોફાનીઓએ દવાની દુકાનોને પણ છોડી નથી. આના પગલે મુર્શિદાબાદના રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે. મુર્શિદાબાદમાં રહેતા હિંદુઓ રીતસરના ડરના વાતાવરણમાં જીવી રહ્યા છે.

આ હિંદુઓનું કહેવું હતું કે આ તોફાનોમાં ફક્ત હિંદુઓ જ નિશાના પર હતા. તેમની જ દુકાનો અને મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેમની બાજુમાં મુસ્લિમોની દુકાનો હતી, તેને આંચ સુદ્ધા આવી નથી. હિંસાનો ભોગ બનનારાઓ જણાવ્યું હતું કે હુમલા કરનારા મુસ્લિમો હતા. તેમણે હિંદુઓની દુકાનો શોધી-શોધીને તેમા તોડફોડ કરી.

આ અંગે સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે અમે અમારા જીવનમાં આવી સ્થિતિ ક્યારેય જોઈ નથી. અમે આ પ્રકારની હિંસા જોઈ અચંબિત થઈ ગયા છીએ. અચાનક જ કેટલાય લોકોનું શસ્ત્રોથી સજ્જ ટોળું રસ્તા પર ઉતરી આવ્યું. તે લોહીના તરસ્યા હતા અને બૂમો પાડતા હતા કે અમારા સમાજના કોઈને પણ આ વિસ્તારમાં રહેવા દેવામાં નહીં આવે, કેમકે અમે વક્ફ અધિનિયમના માધ્યમથી તે વક્ફની ભૂમિ છીનવવાના કાવતરામાં સહયોગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે અમે જ્યારે તેમને વિનંતી કરી તો તેમણે અમને કોઈ નુકસાન તો ન પહોંચાડ્યું, પરંતુ કેટલાય બોમ્બ ધમાકા કર્યા અને મોકા પરથી ભાગતા પહેલા સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. પોલીસ ઘણી મોડી પહોંચી.

એક દવાની દુકાનનો માલિક પણ લશ્કરી કર્મચારીના આગમન બાદ પોતાની દવાની દુકાનને થયેલા નુકસાનની સમીક્ષા કરી રહ્યો હતો. તેણે જણાવ્યું હતું કે હું અહીં 50 વર્ષથી રહું છું, પરંતુ આવી હિંસા ક્યારેય જોઈ નથી. એક ઉન્માદી અને હિંસક ભીડ મારી દુકાનમાં અચાનક ઘૂસી ગઈ અને હું કે મારો કર્મચારી કંઇક કરી શકીએ તે પહેલાં અમારી મારપીટ કરી અને અમારી દુકાનમાં તોડફોડ કરી તથા લૂંટફાટ કરી. અમે તક જોઈ જીવ બચાવવા ભાગી ગયા.

મુર્શિદાબાદ હિંસાના એક પીડિતે જણાવ્યું હતું કે મારી દુકાન મારા ઘરની જોડે જ છે, પ્રદર્શન દરમિયાન મારી દુકાન પર હુમલો થયો હતો. હુમલો થતાં મેં પોલીસને ફોન કર્યો, પરંતુ પોલીસ ન આવી. અડધા કલાક પછી ફરીથી હુમલો થયો અને મેં ફરીથી ફોન કર્યો. પણ પોલીસ ન આવી. આ રીતે બેથી ત્રણ કલાક સુધી કોઈ કાર્યવાહી ન થઈ. મારી દુકાનનું શટર તૂટી ગયું છે. દુકાનમાંથી કમસેકમ 50 લાખ રૂપિયાનો સામાન ગાયબ છે. તેના પછી ઘરનો દરવાજો પણ તોડવામાં આવ્યો છે અને ઘરવખરી લૂંટી લેવાઈ છે.

હિંસક અને તોફાની ભીડનો ઉપદ્રવ ચાર કલાક ચાલુ રહ્યો, આ દરમિયાન વહીવટીતંત્રનો અતોપતો જ ન હતો. આ બધી પણ દુકાનો તૂટી તે બધાએ જણાવ્યું હતું કે હુમલો કરનારા મુસલમાનો હતા અને બધાએ જોઈ-જોઈને રીતસર હિંદુઓની દુકાનને લક્ષ્યાંક બનાવી હતી. તેઓએ ડર વ્યક્ત કર્યો હતો કે આજે જે સ્થિતિ મુર્શિદાબાદની છે તે આવતીકાલે કોલકાતા અને બીજા શહેરો અથવા તો આખા બંગાળની પણ હોઈ શકે છે. આ મુર્શિદાબાદ જાણે બીજું બાંગ્લાદેશ બની રહ્યું હોય તેવો અને અસલામતી અનુભવાઈ રહ્યા હોવાનો ભય તેમણે વ્યક્ત કર્યો હતો.

વિનાશ, આગજની અને તોડફોડના આવા જ દ્રશ્યો મંજર સુતી, શમશેરગંજ અને ધુલિયાનમાં જોવા મળ્યા. આ વિસ્તાર જાણે કોઈ યુદ્ધક્ષેત્ર હોય તેવી સ્થિતિ હતી. શમશેરગંજના જાફરાબાદમાં શનિવારે ઉપદ્રવીઓએ પિતાપુત્રની હત્યા કરી દીધી હતી. સુરક્ષા દળોએ અને મીડિયા કર્મીઓએ પ્રવેશ કર્યો તો કુટુંબના ભયભીત સભ્યો અને પડોશીઓ મૌન સાધી ઊભા હતા.

પડોશમાં રહેતી એક મહિલાએ જણાવ્યું હતું કે પિતાપુત્રને ઘરની બહાર ખેંચી લઈ જઈને મારી નાખવામાં આવ્યા હતા. હુમલાખોરોએ ઉત્પાત મચાવ્યો હતો અને અને ફર્નિચર તોડ્યુ હતું, ધુલિયાનના 80 વર્ષની વ્યક્તિએ જણાવ્યું હતું કે તેઓ આવ્યા અને અમારા ઘરો પર હુમલા કર્યા. તેમણે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન તો વક્ફ સંશોધન પસાર થયું તેની સામે હતું, અમારે વક્ફ સાથે કોઈ લેવાદેવા નથી તો અમારા પર કેમ હુમલો કર્યો. આ વાતનો કોઈની પાસે જવાબ નથી.

હાલમાં મુર્શીદાબાદ કેન્દ્રીય દળોના હવાલે છે, કેટલાકનું કહેવું છે કે કેન્દ્રીય દળો છે ત્યાં સુધી જ શાંતિ રહેવાની છે. મમતા બેનરજીએ મુર્શીદાબાદ હિંસાને લઈને તેમના પર થયેલા આક્ષેપોને ફગાવતા દાવો કર્યો હતો કે વક્ફ વિરોધી હિંસામાં ટીએમસીના નેતાના ઘરો પર પણ હુમલા થયા છે, જો ટીએમસી આ હિંસામાં સામેલ હોત તો પછી તેના નેતાના ઘરો પર હુમલા થયા ન હોત. તેમણે જણાવ્યું હતું કે વક્ફ વિરોધી હિંસા થઈ તે વિસ્તાર માલદા લોકસભા મતવિસ્તાર છે અને ત્યાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો.  તેથી કોંગ્રેસે આ મતવિસ્તારની સ્થિતિ પર અંકુશ જાળવવાની જરૂર હતી.

મમતાએ આક્ષેપ કર્યો હતો કે મુર્શીદાબાદમાં વક્ફ વિરોધી હિંસા પૂર્વઆયોજિત હતી. બીએસએફ, સેન્ટ્રલ એજન્સો અને ભાજપે ભેગા મળીને શહેરમાં તનાવગ્રસ્ત સ્થિતિ સર્જી હતી. તેની સાથે બાંગ્લાદેશથી લોકોને અહીં ઘૂસવા દેવામાં આવ્યા હતા. આ અંગે મમતાએ મૃતક દીઠ દસ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

મુર્શીદાબાદ હિંસાના પીડિત પરિવારોએ કોલકાતા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ટીએમ શિવગણનમની આગેવાની હેઠળની બેન્ચ માટે આ હિંસાની એનઆઇએ પાસે તપાસ કરાવવાની માંગ કરી છે. ફક્ત એટલું જ નહીં વિપક્ષ ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ પણ હિંસા પ્રભાવિત ધુલિયાનનો પ્રવાસ ખેડવાની મંજૂરી માટે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કોર્ટ ટૂંક સમયમાં તેના પર સુનાવણી કરી શકે છે.

ભાજપના સાંસદ જગન્નાથ સરકારે ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને રાજ્યની ખરાબ કાયદાકીય વ્યવસ્થા પર કેન્દ્રીય સુરક્ષા દળોની વધારે ટુકડીઓ ગોઠવવાની માંગ કરી છે. તેની સાથે તેમણે ચૂંટણીપંચને પત્ર લખી પેટાચૂંટણી ટાળવાની વાત કરી છે. તેમણે જમાવ્યું હતું કે મમતા બેનરજી સંપૂર્ણ નિષ્ફળ રહી છે. હિંદુઓએ પલાયન થવું પડી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત

આ પણ વાંચો:  ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ

આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !